વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં લવાર્યા ગામ ખાતે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર હોવાની ઓળખ આપી 25 હજાર રૂપિયા ખાતામાં જમા કરેલ હોય તેઓ ખોટો મેસેજ કરીને ગુજરાત ગ્રામીણ બેંકમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા કર્મચારી પાસેથી 10 હજાર ખંખેરી લેવામાં આવ્યા હતા.વઘઈ તાલુકાનાં લવાર્યા ગામ ખાતે રહેતા મનોજ જગનભાઈ પટેલ 2012નાં વર્ષથી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સાકરપાતળ ખાતે બેન્ક મિત્ર તરીકે ફરજ બજાવે છે.ત્યારે તેમના પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને આ અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખ ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર શર્મા સાહેબ તરીકે આપી હતી અને કહ્યું હતું કે,”મારા મોબાઇલમાં ફોન પે બંધ થઈ ગયેલ છે અને મારા મિત્રને હાલમાં રૂપિયાની જરૂરીયાત હોય જેથી તમારા ફોન પેમાં રૂ.25,000/- ટ્રાન્સફર કરૂ છું જે રૂપિયા તમારા ફોન પે ના વોલેટમાં જમાં થઈ જશે અને ત્યારબાદ મારા મિત્રને ટ્રાન્સફર કરી આપજો.”તેમ જણાવેલ અને તે પછી મનોજભાઈના ફોન પે વોલેટમાં જોતા રૂ.25,000/- જમા થયેલ નો મેસેજ આવેલ હતો. જે મેસેજ જોયા બાદ નાણા ઓનલાઇન ટ્રાન્સફર કરતા ટ્રાન્જેક્શન ફેલ થયેલ હતુ.જેથી મનોજભાઈએ અજાણ્યા મોબાઈલ નંબર ઉપર ફોન કરીને જણાવ્યું હતું કે, રૂ.25,000/-નું ટ્રાન્ઝેક્શન ફેલ થયેલ છે.જેથી તેઓએ મનોજને જણાવેલ કે, એક જ ટ્રાન્ઝેક્શનમાં 25,000/- ટ્રાન્સફર થતા નથી.જેથી મનોજભાઈ ટુકડે ટુકડે પોતાના ખાતામાં રહેલા નાણાં અજાણ્યા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા અને કુલ 10,103/- રૂપિયા મનોજભાઈ એ ટ્રાન્સફર કર્યા હતા.જોકે બાદમાં તેમને સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાય આવ્યું હતું જે બાદ તેમણે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી.તેમજ વઘઈ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.હાલમાં વઘઇ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..