વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના સયુક્ત ઉપક્રમે કે.વી.કે. વઘઇ(ડાંગ) ખાતે ખેતીના ઉત્પાદિત વસ્તુઓનું એક્સપોર્ટ વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
ડો. જે. બી. ડોબરિયા વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સખી મંડળની બહનો અને દુકાનદારોને માકેટિંગ કરવા કયા-કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તેના વિષે ટૂકમાં માહિતી આપી. આ કાર્યક્રમમાં શ્રી દિનેશ ચાવડા FTDO, RA, Surat, DGFT, Govt. of India, ભારત સરકાર દ્વારા ડાંગ જિલ્લાની સખી મંડળીની બહેનોને આયાત-નિકાસનુ મહત્વ, તકલીફો, ફાયદા અને આયાત-નિકાસના મહત્વના રુલ અને રેગ્યુલેશનની વિસ્તારથી માહિતી આપી હતી. શ્રી નારસીંગ માણીકરાઓ કેન્દ્રે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેંટ મેનેજર, NABARAD દ્વારા ખેતી, બાગાયત, પશુપાલન રૂરલ, ગોડાઉન વગેરેની વિવિધ યોજનાઓ વિષે ઊંડાણથી સમજણ આપી હતી. તેમણે જણાવ્યુ કે ડાંગમાથી લાલકડા ચોખા, આંબમોર ચોખા, નાગલી, આયુર્વેદિક ઉત્પાદક, બાબ્મુની વસ્તુઓનું ભારત બહાર નિકાસ કરવા માટેના સારા scope છે તેમ જણાવ્યુ હતું. શ્રી જયપ્રકાશ ગોયલ Head, Gujarat (FIEO-WR) જેમણે online marketing અને પોતાની પ્રોડક્ટની માહિતી ભારત સરકારની વેબ પોર્ટલ ઉપર કઈ રીતે ડિસ્પ્લે કરવાની, આયાત નિકાસ માટેની વિવિધ વેબસાઇટ જેવી કે indianbusiness.poral.in ની માહિતી આપી હતી.
અંતમાં આ કાર્યક્રમને શ્રી પ્રફુલ સોલંકી Asst. Director Federation of Indian export organization, Ahmedabad, Gujarat, દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ખેડૂત ભાઈઓ-બહેનોને પોતાની પ્રોડક્ટનું એક્સપોર્ટ કરી માર્કેટિંગ કરવા આહ્વાન કરી આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. કે.વી.કે. વઘઇની ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.