AHAVADANG

Dang: ડાંગમાં જગદગુરુ નરેન્દ્રચાર્ય મહારાજ સંસ્થાનનો રક્તદાન મહાયજ્ઞમાં કુલ 659 યુનિટ રક્તદાન એકત્રિત કરાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જગદગુરુ નરેન્દ્રચાર્ય મહારાજ સંસ્થાન દ્વારા આયોજિત રક્તદાન મહાયજ્ઞમાં ડાંગ જિલ્લાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.જેમાં આહવા, વઘઈ અને સુબીર ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 659 યુનિટ રક્ત એકત્ર થયુ હતુ.ડાંગ જિલ્લામાં બે ચરણમાં યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં કુલ 659 યુનિટ રક્ત એકત્ર થયુ છે. આ પૈકી પ્રથમ ચરણમાં સાપુતારા અને સાકરપાતળ (વઘઈ) ખાતે 416 યુનિટ અને બીજા ચરણમાં આહવા અને સુબીર ખાતે 243 યુનિટ રક્ત એકત્ર થયું હતુ.આ રીતે ડાંગ જિલ્લામાં એક જ સંસ્થા દ્વારા થયેલું આ સૌથી મોટું રક્તદાન છે.આ મહાયજ્ઞમાં ડાંગ જિલ્લા ઉપરાંત ભારતભરમાં 4 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી દરમિયાન 1 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગત રોજ સુધીમાં 1,01,113 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર થઈ ચૂક્યુ છે.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ચારેય શિબિર ખાતે રક્ત યુનિટ સ્વીકારવાની જવાબદારી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ડો. વિનોદ ચંદ્ર ભાવસાર તથા તેમની ટીમે લીધી હતી. આ રક્તદાન શિબિરમાં ઉદ્દઘાટક એવા આહવા પશ્ચિમ રેંજનાં આરએફઓ વિનય પવાર તથા આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશ ચૌધરી, જિલ્લા પંચાયતનાં સિંચાઈ સમિતિનાં ચેરમેન હરીશભાઈ બચ્છાવ,જિલ્લા સદસ્ય મુરલીધરભાઈ બાગુલ,આહવાના સરપંચ હરિચંદભાઈ ભોયે તેમજ બેંક ઓફ બરોડાના મેનેજર પ્રિયરંજન ભોલા અને રોશન ભાટકર હાજર રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે આગળ આવેલા તમામ રક્તદાતાઓનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો..

Back to top button
error: Content is protected !!