AHAVADANG

Dang: લ્યો બોલો ડાંગ જિલ્લામાં પણ બિનખેતીની જમીન માટેનું નકલી કૌભાંડ સામે આવ્યું પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો..

ડાંગ જિલ્લાનાં બારીપાડા ગામ ખાતે સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં સંચાલકોએ કલેક્ટર ઓફીસ ડાંગનાં નામનો બિનખેતીની જમીનનો નકલી હુકમ બનાવી તંત્રને છેતરવાનો પ્રયાસ કરતા પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગિરિમથક સાપુતારા માર્ગે આવેલ બારીપાડા ખાતે સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં સંચાલકોએ કલેકટર દ્વારા બિનખેતીની જમીન અંગે પરવાનગી આપી હોવાનો બોગસ (નકલી)હુકમ રજૂ કરાતા પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ..

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ રાજ્યનાં અમુક જિલ્લાઓમાં નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ હતી.રાજ્યમાં નકલી અધિકારીઓ અને કચેરીઓને લઈને ભારે ઉપાઓહ થવા પામ્યો હતો.તેવામાં ગતરોજ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ બિનખેતીની જમીન માટેનું નકલી કૌભાંડનો પર્દાફાશ થતા હડકંપ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં આહવા  તાલુકાનાં બારીપાડા ગામ ખાતે નિર્માણ થઈ રહેલ સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં સંચાલકોએ જમીનની બિનખેતી માટેની પરવાનગી લેવા અંગે કોઈ પણ અરજી કરવામાં આવી ન હતી.તેમ છતાં પણ તેઓએ  કલેકટર ઓફીસ ડાંગ દ્વારા બિનખેતીની પરવાનગી આપી દેવામાં આવેલ હોય તેવો બનાવટી હુકુમ બનાવી મામલતદાર સમક્ષ રજુ કર્યો હતો.જોકે અહી બોગસ હુકુમ રજૂ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતાની સાથે જ તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે.ગતરોજ મોડી સાંજે આહવા મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર દ્વારા સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં 5 સંચાલકો વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બારીપાડા ત્રણ રસ્તા પાસે આદિવાસીની જમીન પર ગેરકાયદેસર રીતે ટેન્ટહાઉસનું નિર્માણ કરવામાં આવી રહ્યુ હોય જે અંગે  તા. 13/06/2024નાં રોજ દૈનિક સમાચારપત્રમાં અહેવાલ પ્રસિધ્ધ થયો હતો.જેને ધ્યાને લઈને ડાંગ જિલ્લા પ્રાંત અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી હતી.મામલતદાર કચેરી આહવાનાં તા.13/06/2024નાં પત્રથી પ્રાંત અધિકારીએ સ્થળે તપાસ કરી અહેવાલ રજુ કરવા જણાવવામાં આવ્યુ હતુ.ત્યારે પ્રાંત અધિકારીએ તા. 22/06/2024નાં પત્રથી આહવા મામલદારને જમીન બિનખેતી થયા અંગેની પુરાવા સહ સ્પષ્ટતા કરવા જણાવતાં આહવા મામલતદારે તા.04/07/2024નાં રોજ અહેવાલ રજૂ કર્યો હતો.તેમજ ડાંગ પ્રાંત અધિકારીએ તા.05/07/2024નાં રોજ અભિપ્રાય સાથે અહેવાલ રજુ કર્યો હતો. જે મુજબ તા. 13/06/2024નાં રોજ આહવા મામલતદાર તથા સર્કલ ઓફીસર તેમજ કચેરીના અન્ય બે નાયબ મામલતદારમાં જયેશભાઈ ડામોર તથા સોનુભાઈ બારીયાનાઓ સાથે મળી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.સ્થળ મુલાકાત દરમ્યાન આ  સર્વે નં.121 વાળી જમીન પૈકી 1200 ચો.મી જમીન બિનખેતીનો મંજુ૨ થયેલ હોવાનો હુકમ સનરાઈઝ રેસ્ટરોન્ટ અને રિસોર્ટનાં સંચાલક મહેશભાઈ દામુભાઈ પવાર  દ્વારા બતાવવામાં આવ્યો હતો. જેની નકલ જે તે સમયે સંચાલક પાસે એક જ  હોવાથી તેઓ તરફથી નકલ આપવામાં આવી નહોતી.પરંતુ સાથેનાં નાયબ મામલતદાર જયેશભાઇ ડામોરે તેના મોબાઇલમાં ફોટો પાડયો  હતો.ત્યારબાદ તા.28/06/2024નાં રોજ સર્કલ ઓફીસરનાં રૂબરૂ સનરાઈઝ રેસ્ટરોન્ટ અને રિસોર્ટનાં સંચાલક મહેશભાઈ દામુભાઈ પવારે  નકલ રજુ કરી હતી,જે હુકમની નોંધ રેવન્યુ રેકોર્ડ થયેલ ન હોય તથા રેવન્યુ રેકોર્ડ મુળ સ્થિતિ એટલે કે સર્વે/બ્લો કનં.121 હે.1-82-07 ચો.મી મુજબ જ ચાલતુ હોય તેવુ જોવા મળ્યુ હતુ.ત્યારે રજૂ થયેલ હુકમ શંકાસ્પદ જણાતા આહવા મામલતદાર કચેરી  ખાતે આ બાબતે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં બિનખેતીની અરજીઓ સરકારની IORA પોર્ટલ પર ઓનલાઈન અરજી થતી હોય છે.ત્યારે તેની ચકાસણી કરતા  સર્વે/બ્લોક નંબરમાં બિનખેતીની કોઈ અરજી પોર્ટલ પર જોવા મળી નહોતી.આ અંગે જમીનના ખાતેદારનાં નામથી/સર્વે/બ્લોક નંબરથી તેમજ  રજુ થયેલ હુકમમાં જણાવેલ અરજી નંબર 62301202400048 .15/ 03/2024 થી પણ પોર્ટલ પર સર્ચ કરતા આવી કોઈ અરજી થયેલ નથી.ત્યારે  આ જમીન અંગે ડાંગ જિલ્લા કલેકટર દ્વારા બિનખેતી પરવાનગીનો કોઈ હુકમ કરવામાં આવેલ નથી તે સ્પષ્ટ થયુ હતુ.તેમજ અહીં ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે બિનખેતીના  હુકમમાં QR CODE જનરેટ થતા હોય છે.જેમાં હુકમની તમામ વિગતો આવરી લેવાની હોય છે.અને તે સિસ્ટમ જનરેટેડ હોય છે. જેથી બનાવટી હુકમનાં પ્રથમ પાને નીચે ડાબી બાજુના ખુણામાં  QR CODE સ્કેન કરતા આહવા તાલુકાનાં માલેગામનો સર્વે/બ્લોક નં.175 ક્ષેત્રફળ હે. 2-49-06 પૈકી 500 ચો.મી.ની બિનખેતી પરવાનગી આપતો તા.17/03/2023નો તાત્કાલીન કલેક્ટર  ડો વિપીન ગર્ગનાઓનો હુકમ સ્કેન કરતા જનરેટ થયેલ હતો.આમ અહીં માલેગામની  સર્વે/બ્લોક નં.175 વાળી બિનખેતી પરવાનગી આપતો તા.16/03/2023નાં હુકમનો ઉપયોગ કરી તેના આધારે બારીપાડા સર્વે/બ્લોક નં.121 વાળી જમીનમાં બિનખેતી પરવાનગી આપતો બનાવટી હુકમ બનાવવામાં આવેલ હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે.બારીપાડા વાળી ખેતીની જમીનમાં કોઈ બિનખેતી પરવાનગી આપવામાં આવેલ નથી  કે તપાસ દરમ્યાન જમીનના ખાતેદાર દ્વારા પણ કોઇ બિનખેતી અંગેની અરજી કરવામાં આવેલ નથી.તેમ છતા તા.13/06/2024 ના રોજ સ્થળ તપાસ દરમ્યાન પ્રકાશભાઈ ઉત્તમભાઇ પટેલ ( રહે.વાંસદા કૃષ્ણકુંજ સોસાયટી તા, વાંસદા જી.નવસારી ) એ બનાવટી (બોગસ) હુકમ બતાવ્યો હતો. તેમજ તા.28/06/2024 ના રોજ જમીનનો ભાડા કારાર કરનાર મહેશભાઈ દામુભાઇ પવાર (  રહે. ખાતળ તા, વઘઈ જી.ડાંગ ) તથા  પ્રકાશભાઈ ઉતમભાઈ પટેલે સર્કલ ઓફીસરને પણ બોગસ હુકમની ઝેરોક્ષ નકલ રજુ કરી હતી. ઉકત સવાલવાળી જમીનનો બનાવટી બિનખેતી હુકમ તેઓની બાંધકામનુ કામ સંભાળતા રાજુભાઈ એસ.ભોયે ને તેમને બિનખેતી અંગેની પરવાનગી મેળવવા માટેની કામગીરી આપવામાં આવેલ હતી.અને તે કામગીરી અવધેશભાઈ ( રહે.સુરત )ને  આપેલ હતી.ત્યારે આ હુકમ બોગસ છે કે બનાવટી હોવાનું તેમની જાણમાં ન હોવાનુ તેમને જણાવ્યુ હતુ.તેમજ હાલમાં  બનાવટી હુકમ રજુ કરનાર અવધેશભાઇ (રહે.સુરત)નો હજુ સુધી કોઈ સંપર્ક થયેલ નથી.ત્યારે આ સમગ્ર મામલાને લઈને આહવા ઇન્ચાર્જ  સર્કલ ઓફિસર એ ખાતેદાર રમણભાઈ બુધાભાઈ દેશમુખ રે.બારીપાડા તા.આહવા જી.ડાંગ તથા સનરાઈઝ રેસ્ટરોન્ટ અને રિસોર્ટનાં સંચાલકોમાં મહેશભાઈ દામુભાઈ પવાર. રે.ખાતળ, તા.વઘઇ, પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ રે.વાંસદા કૃષ્ણકુંજ સોસાયટી ઘર.ન.121 તા.વાંસદા જી.નવસારી,રાજુભાઇ એસ ભોયે તથા અવધેશભાઈ રે.સુરતનાઓ મળી કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાએ આ નકલી હુકમ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોક્ષ:-ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બારીપાડા ખાતે સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં સંચાલકો દ્વારા કલેક્ટર ઓફીસ ડાંગ જિલ્લાનાં નામનો હુકમ કોની પાસે બનાવ્યો તે તપાસનો વિષય.ડાંગ જિલ્લાનાં બારીપાડા ખાતે સનરાઈઝ રિસોર્ટનાં સંચાલકોએ બનાવટી દસ્તાવેજ ઉભા કરી સરકાર તથા ડાંગ વહીવટી તંત્રને ચૂનો ચોપડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેઓનો ભાંડો ફૂટી ગયો છે. ત્યારે આ રિસોર્ટનાં સંચાલકોએ કલેક્ટર ઓફીસ ડાંગનો બનાવટી હુકમ અને બનાવટી સિલ કોની પાસે બનાવ્યુ અને કઈ રીતે મેળવ્યુ તથા આ બનાવટી હુકમ પાછળનો હીરો કોણ ? જે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરે તેવી માંગ ઉઠી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button