AHAVADANG

ડાંગ ;આહવા ખાતે ડાયવર્સ ડે યોજાયો જેમાં માર્ગ સલામતી જાગૃતિ સાથે એસ.ટી કર્મીઓ માટે મેડીકલ ચેકઅપ કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ‘ડાયવર્સ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાહેર મુસાફર જનતાને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પ્રતિદિન પહોંચાડતા, અને પોતાના ઘર/કુટુંબથી દૂર રહી મુસાફર માટે રાત દિવસ સેવારત રહેતા એસ.ટી. વિભાગના ડ્રાયવરોની સેવાને બિરદાવી હતી.

માર્ગ ઉપર વધતી વાહનોની સંખ્યા, ગતિ, અકસ્માતો વિગેરે સામે સભાનપણે મુસાફર જનતાને સહી સલામત તેમની મંઝિલ સુધી પહોંચાડતા એસ.ટી. નિગમના ડ્રાયવરોની કદર કરવાના તથા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે વલસાડના વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આહવાના એસ.ટી. ડેપો ખાતે ‘ડાયવર્સ ડે’ યોજાયો હતો. આ પ્રસંગે ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર, તથા ARTO શ્રી સી.પી.પટેલ, ઇન્સ્પેક્ટર શ્રી.આર. એલ ચૌધરી આહવાના તબીબોશ્રીઓ તથા મહાનુભાવોએ નિગમના ડ્રાયવરોની સેવાઓ પ્રત્યે, આમ જનતામાં પણ જાગૃતિ ફેલાઈ, તથા ડ્રાયવરોનો ઉત્સાહ અને તેમની ગરિમા વધે તે માટેના નિગમના પ્રયાસોની સરાહના કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે ડ્રાયવરોની જાહેર સેવામાં ભૂમિકા આપાતકાલીન સ્થિતિમાં હાથ ધરવાને કાર્યપદ્ધતિ, આમજનતા અને સાથી કર્મચારીઓ સાથેનો વ્યવહાર, પ્રજાજનો પાસેથી અપેક્ષા, વાહનની સ્વચ્છતા અને મુસાફરોની સલામતી જેવા,  મહાનુભાવોએ વિગતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે જિલ્લા આરોગ્ય શાખા આહવાનાં સહયોગથી કર્મચારીઓની આરોગ્ય લક્ષી તપાસ કરી કર્મચારીઓને પોતાના સ્વાસ્થયની જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ‘ડાયવર્સ ડે’ નિમિત્તે આહવા ખાતે યોજાયેલ આ મેડિકલ કેમ્પમાં ૨૦૦ થી વધુ કર્મચારીઓએ લાભ લીધો હતો. આ સાથે જ જિલ્લામાં માર્ગ સલામતી કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા અને સલામતી અંગે જાગૃતતા કેળવાય તે હેતુ થી આર.ટી.ઓ વિભાગ દ્વારા સલામતી અંગેની માહિતી પત્રીકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આહવા ખાતે યોજાયેલા ‘ડાયવર્સ ડે’ ને કાર્યક્રમ દરમિયાન નિગમના ઉપસ્થિત ડ્રાયવરોનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!