AHAVADANG

સાપુતારા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમ્યાન એરગન સાથે બે ઇસમોને ઝડપી પાડી 5 લાખનો મુદ્દામાલ કબ્જે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સાપુતારા પોલીસની ટીમે ચેકીંગ દરમ્યાન સતત બીજી વખત એરગન ઝડપી પાડી..પેટા:-લોકસભાની ચૂંટણીમાં સાપુતારા પોલીસની ટીમે ચેકપોસ્ટ પર બાજ નજર રાખતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગી..

ગુજરાત રાજયમાં લોકસભા સામાન્ય ચુંટણી-2024 અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં હોય જેથી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા,નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ સાપુતારા ચેકપોસ્ટ ઉપર સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા તથા અ.પો.કો.સુનિલસિંહ રતનબહાદુર બ.નં.161 તથા પો.કો. જીગ્નેશભાઇ ઇશ્વરભાઇ બ.નં.194 તેમજ હોમગાર્ડ તથા જી.આર.ડી. જવાનો દ્વારા સઘન વાહન ચેકીંગ તથા ઇલેક્શન લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે દરમ્યાન તા.16/04/2024નાં સાંજનાં અરસામાં વાહન ચેકીંગ દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ગુજરાત રાજ્ય તરફ એક ફોરવ્હીલ ટાટા નેક્ષન ગાડી સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી હોય જે ગાડી ઉભી રાખી ચેક કરતા જે ગાડીમાં સવાર બે ઇસમો નામે (1)સંદીપ રામનાથ સાનપ ઉ.વ.35 ધંધો.વેપાર રહે.AT સોનેવાડી પોસ્ટ ઉગાવ તા.નિફાડ જિ.નાશીક(મહારાષ્ટ્ર) (2)સુભમ રાજેન્દ્ર ઢેપલે ઉ.વ.24 ધંધો.વેપાર રહે.બોરગાવ પોસ્ટ નિફાડ હનુમાન મંદીર નજીક તા.નિફાડ જિ.નાશીક(મહારાષ્ટ્ર) વાળાનાઓ પાસે ગાડીમાં ક્લિનર સીટની નિચે કવર સાથે HAWK SERIES MED BY NEW TIGER ની એરગન તથા વાંસનો એક દંડો મળી આવેલ હોય જે ઇસમો પાસે આ એરગન/વાસનો દંડો રાખવા બાબતે કોઇ લાઇસન્સ કે પરવાનગી ન હોય અને હાલમાં જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરની કચેરી ડાંગ-આહવા નાઓ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને શસ્ત્રો,ભાલા, તલવાર બંદુક, છરા-ચપ્પુ,લાકડી અથવા શારિરીક ઇજા પહોંચાડી શકાય તેવુ કોઇપણ યંત્ર, શસ્ત્ર કે સાધન સાથે લઇ નહિ જવુ જે બાબતે ક્રમાંક:ફજદ/જાહેરનામુ/વશી/-1368-1096/2024 થી તા.16/04/2024 થી 30/04/2024 સુધી જાહેરનામુ અમલમાં હોય જેથી ઉપરોક્ત બન્ને ઇસમો વિરુધ્ધ સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ એક્ટ ક.135 મુજબ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી બન્ને ઇસમોની અટકાયત કરી એરગન/વાંસનો દંડો તેમજ TATA NEXON ગાડી મળી કુલ કિ.રૂ.5,025,00/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી પી.એસ.આઈ એન.ઝેડ.ભોયાએ હાથ ધરી છે.ડાંગ જિલ્લાનાં સાપુતારા ચેકપોસ્ટ પર સાપુતારા પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા સફળતા મળી છે.લોકસભાની ચૂંટણીને લઈને સાપુતારા પોલીસની ટીમ દ્વારા સરહદીય ચેકપોસ્ટને સીલ કરી  સઘન પેટ્રોલિંગ હાથ ધરતા અહી દારૂના જથ્થા સહિત બીજી વખત એરગન પકડી પાડવા સફળતા મળી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!