વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વિશિષ્ટ ભૃપુષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામાં થઈ રહેલા વરસાદને પગલે, જિલ્લાના સુબીર તાલુકાનાં હિંદળા ગામે એક પશુપાલકનો બળદ તણાઇ જતા મૃત્યુ પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૭/૭/૨૦૨૪ના રોજ સાંજના ૭ વાગ્યાના સુમારે, હિંદળા ગામ પાસેના ચિખલી ગામના ડેમના વહેણમાં, હિંદળાના પશુપાલક શ્રી ભાવજુભાઇ રામુભાઈ ચૌધરીનો એક બળદ તણાઇ જતા મૃત્યુ નીપજયું છે.
આ સાથે વીજ કંપનીના પીપલદહાડ ફીડરની વીજ લાઇન ઉપર વૃક્ષ ધરાશાઈ થતા, વીજ પ્રવાહ અવરોધાયો હતો. જ્યારે મહાલની ૧૧ KV ફીડર લાઇન ઉપર પણ એક વૃક્ષ ધરાશાઈ થયું હતું. તો ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દીપદર્શન સ્કૂલ રોડ ઉપર પણ, વીજ વાયર ઉપર વૃક્ષ પડતા કેટલોક સમય વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો હતો.
DGVCL ના લાશ્કરોએ વરસતા વરસાદમાં વૃક્ષ હટાવવા સાથે વીજ તાર જોડવાની કામગીરી હાથ ધરી, વીજ પુરવઠો નિયમિત કર્યો હતો.