AHAVADANG

આહવા તાલુકાનાં ચીખલી-વાસુર્ણા માર્ગ પર ચેકડેમ રિપેરિંગના નામે ‘લીપાપોતી’, તંત્ર સામે સ્થાનિકોમાં રોષ.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સરકારી કામોમાં થતી અનિયમિતતા અને વેઠ ઉતારવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ચીખલીથી વાસુર્ણા જતાં માર્ગ પર આવેલા એક ચેકડેમની મરામતની કામગીરી વિવાદનાં ઘેરામાં આવી છે.પ્રાપ્ત વિગતો અને તસવીરો મુજબ, આ મહત્વપૂર્ણ ચેકડેમનું રિપેરિંગ કામ અત્યંત નબળી ગુણવત્તાનું થઈ રહ્યુ હોવાની બૂમો ઉઠી છે.સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ,ચેકડેમને મજબૂત કરવાના બદલે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ઉપરછલ્લું પ્લાસ્ટર કરીને કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જૂના અને જર્જરિત માળખા પર સિમેન્ટનું પાતળું પડ ચઢાવીને તેને નવું ઓપ આપવામાં આવી રહ્યો છે, જે આગામી ચોમાસામાં પાણીના ભારે પ્રવાહ સામે ટકી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. ડાંગ જેવા ડુંગરાળ પ્રદેશમાં ચેકડેમ એ જળ સંચય માટેનું મુખ્ય સાધન છે, પરંતુ રિપેરિંગના નામે થઈ રહેલી આ “લીપાપોતી” થી સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો હોય તેવું જણાય છે. જો આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં ન આવે અને યોગ્ય મજબૂતીકરણ ન થાય, તો સામાન્ય વરસાદમાં પણ આ ચેકડેમ ફરી ક્ષતિગ્રસ્ત થઈ શકે છે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે..

Back to top button
error: Content is protected !!