વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગારખડી ગામે રહેતા ચંદુભાઈ ગનસુભાઈ ચૌધરીની પુત્રીનાં લગ્ન સુબિર તાલુકાનાં નકટિયાહનવત ગામે રહેતા જયદીપ લાહનાભાઈ સૂર્યવંશી (ઉ.24)સાથે થયા હતા.જયદીપ નશો કરવાની ટેવવાળો હતો.જેથી તેની પત્નીને સારી રીતે રાખતો ન હતો.જેની જાણ ચંદુભાઈ ચૌધરીને થઈ હતી.ગત બુધવારે સાંજે 6 વાગ્યાનાં અરસામાં ચંદુભાઈ ચૌધરી તેમની પુત્રીનાં ઘરે નકટિયા હનવત ગામે ગયા હતા.અને ત્યાં પોહચતા જયદીપ તેની બાઈક લઈ દુકાને સામાન લેવા જતો હતો.ત્યારે સસરાએ તેને રોકી એકદમ ઉશ્કેરાઈ જઈ કઈ પણ બોલ્યા વગર ગાલ પર તમાચો મારી દીધો હતો.અને એક હાથથી જોરથી ગળું દબાવી દેતા જમાઈ જયદીપ બેભાન થઈ ગયો હતો.જેથી બેભાન થયેલ જમાઈ જયદીપને પરિવારજનો સારવાર માટે સુબિર સી.એચ.સી.ખાતે લઈ ગયા હતા.ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે આહવા પોલીસ મથકે મરનાર જયદીપ સૂર્યવંશીનાં મોટાભાઈ સતીશ સૂર્યવંશીએ આહવા પોલીસ મથકે ચંદુભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાવતા આહવા પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરી અને પી.એસ.આઈ. એ.એચ. પટેલની ટીમે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે..