નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત બે દિવસીય”ઇકો ફ્રેન્ડલી”ગણેશ વર્કશોપ કાર્યક્રમ સંપન્ન…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મનપા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ ૨૦૨૫: પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો પ્રયાસ હાથ ધરી બે દિવસીય તાલીમનું આયોજન આજે સફળતા પૂર્વક સમાપન થયું
જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા તા. ૬ અને ૭ ઓગસ્ટે પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુંસીકીઈ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું બે દિવસીય વર્કશોપ યોજાયું હતું. આ કાર્યક્રમનો સમય બપોરે ૨:૩૦ કલાકે રાખવામાં આવ્યો હતો અને તેમાં જાહેર જનતાને ભાગ લેવા માટે ભારી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું .

આ કાર્યક્રમમાં નવસારી શહેર તથા આજુબાજુના વિસ્તારમાંથી ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ સહભાગીતા નોંધાવી આ પહેલને સફળ બનાવી. નવસારી મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં પણ આવી પર્યાવરણીય દૃષ્ટિકોણવાળી પ્રવૃત્તિઓ યોજવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.




