AHAVADANG

સુબીરમાં સ્વચ્છતા અભિયાન : વિકાસ અને જનકલ્યાણના સંકલ્પ સાથે શ્રમદાન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાંગ જિલ્લાના સુબીર તાલુકા મથકે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરો અને ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈ જાહેર સ્થળો અને માર્ગોની સફાઈ કરી હતી.

આ પ્રસંગે જિલ્લાના મહામંત્રી બૂધુંભાઈ કામડી, તાલુકા પ્રમુખ વિનેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ પવાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ સ્વચ્છતાને જનઆંદોલન બનાવી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે સતત યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સેવા, સ્વચ્છતા અને જનજાગૃતિનો સંદેશ પ્રસર્યો હતો.

Back to top button
error: Content is protected !!