AHAVADANG

ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે વઘઈ પોલીસ મથકનો પોક્સોના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકે સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી, પટાવી- ફોસલાવી તેણીને વાલીપણામાંથી અપહરણ કરી લઈ નાસી ગયો હતો.ત્યારે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિપકભાઇ બાબુલાલભાઇ ગાંગોર્ડા રહે.ધવલીદોડ તા.આહવા. જિ.ડાંગનાઓએ છેલ્લા બે દિવસથી સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી, તેણીને પટાવી – ફોસલાવીને ફરીયાદીના વાલીપણામાંથી અપહરણ કરી લઇ નાસી ગયા હતા.જેને લઇને વઘઈ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.ત્યારે ડાંગ જિલ્લાનાં એલસીબીનાં પી.એસ.આઈ. કે.જે.નિરંજનની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે,”ઉપરોક્ત અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી- દિપકભાઇ બાબુલાલભાઇ ગાંગોર્ડા હાલમાં વઘઇ બસ સ્ટેશનથી ચાલતો ચાલતો બજાર તરફ જાય છે. ” જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ દિપકભાઇ બાબુલાલભાઇ ગાંગોર્ડાને ઝડપી પાડ્યો હતો.હાલમાં ડાંગ એલસીબી પી.એસ. આઈ.કે.જે.નિરંજને આરોપીનો કબજો વઘઈ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!