AHAVADANG

આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી એલસીબી પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) સુરત વિભાગનાંઓની સુરત રેંજ વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંત્તર નેસ્ત નાબુદ કરવાની સુચના આપતા ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા (IPS)નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે.નિરંજન, તથા તેમની ટીમ સાથે ડાંગ જિલ્લામાં પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા અંગે વોચ તેમજ તપાસ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન મોજે કોટબા ગામે અમરદિપ પાલવાનાં પવનપુત્ર વે બ્રીજ વજન કાંટા પાસે આવતા તેઓને બાતમી રાહે હકીકત મળેલ કે, કોટબા ગામના રાકેશભાઇ દેવરામભાઇ ઠાકરેનાઓ છેલ્લા ચાર દિવસથી ગામના જ રમેશભાઇ લાસુભાઇ ભોયેની ખેતીની જમીનમાં પીપળાના ઝાડ નીચે પગદંડી રસ્તા ઉપર બેસી પોતે આવતા-જતા લોકો પાસેથી પૈસાવતી ગે.કા.રીતે વરલી મટકાનો અંક ફેરનો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે.જેથી ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે અહી રેડ કરતા આરોપી (1) રાકેશભાઇ દેવરામભાઇ ઠાકરે ઉ.વ.34 રહે.કોટબાગામ તા.આહવા જી.ડાંગ તથા (2) સુરેશભાઇ શુકરભાઈ પવાર ઉ.વ.52 રહે.ઘાણાગામ તા.સુબીર જી.ડાંગ વાળાઓને પકડી પાડેલ અને ભાગી જનાર આરોપીઓમાં (3) નવુભાઈ નવસુભાઇ દળવી રહે.ઘાણાગામ તા.સુબીર જી.ડાંગ (4) સુનીલ ઉર્ફે લંબે સખારામભાઇ વાઘમારે રહે.ઘાણાગામ તા.સુબીર જી.ડાંગ (5) અમ્રતભાઇ દેવલુભાઇ પાલવા રહે.કોટબાગામ તા.આહવા જી.ડાંગ તેમજ બીજા અન્ય બે ઈસમો જેના નામ-સરનામાની ખબર નથી.અને ઉપરોક્ત પકડાયેલ બંને આરોપીઓ પાસેથી રોકડા રૂા.14,720/- તેમજ મોબાઈલ નંગ-2, કિ.રૂા. 11,000/- મળી કુલ કિ.રૂા.25,720/- નો જુગાર મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં આહવા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

Back to top button
error: Content is protected !!