AHAVADANG

Dang: ભૂલથી અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલ વિદ્યાર્થીનીને પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી વઘઇ પોલીસ માનવતા મહેકાવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જીલ્લાનાં જુદા-જુદા તાલુકામાં JNVST-2025ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતુ.જે સંદર્ભે ડાંગ જીલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તરફથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા માટે સુચના આપવામાં આવી હતી.જે અનુસંધાને વઘઇ પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ  એમ.એસ.રાજપુત દ્વારા વઘઈ તાલુકા શાળા પર જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ અને પરીક્ષા કેન્દ્ર ઉપર બંદોબસ્ત વાળી જગ્યા પર પોલીસ સ્ટાફ સાથે હાજર હતા.તે દરમ્યાન પરીક્ષાર્થી નામે અસ્મીતાબેન ઇશ્વરભાઈ પવાર ( રહે, ઢુંઢુનિયા તા.આહવા જી.ડાંગ ) તેની માતા સાથે પરીક્ષા આપવા માટે વઘઇ તાલુકા શાળા ખાતે પહોંચ્યા હતા.અને પરીક્ષા કેંદ્ર પર તપાસ કરતા તેઓનું પરીક્ષા કેન્દ્ર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવાનું જણાઇ આવેલ જેથી પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થી અસ્મીતાબેન તથા તેમની સાથે આવેલ તેમની માતા એકદમ ગભરાઇ ગયા હતા અને રડવા લાગ્યા હતા.ત્યારે પરીક્ષા કેન્દ્ર પર હાજર વઘઈ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.એસ.રાજપુત તથા હાજર સ્ટાફ તુરત જ પરીક્ષાર્થી તેમજ તેમની માતાની રજુઆત સાંભળી વઘઇ પરીક્ષા કેન્દ્રથી બન્નેને વઘઇ પોલીસ સ્ટેશનની સરકારી વાહન ફર્સ્ટ- મોબાઈલમાં બેસાડી તાત્કાલિક તાલુકા શાળા વઘઈ ખાતેથી આહવા પરીક્ષા કેંદ્ર ખાતે રવાના કરેલ અને સમય મર્યાદામાં આહવા ખાતે આવેલ પરીક્ષા કેંદ્રમાં પરીક્ષાર્થી અસ્મીતાબેન ઈશ્વરભાઈ પવારને પહોચતી કરેલ અને પરીક્ષા આપવા માટે બેસાડવામાં આવેલ હતા.ત્યારે પરીક્ષા કેન્દ્રના આચાર્ય તથા શિક્ષક ગણોએ ડાંગનાં વઘઇ પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા..

Back to top button
error: Content is protected !!