જિલ્લામાં એ.બી. એન્ટરપ્રાઇઝ દ્વારા જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરની નિમણુક રદ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માન્ય ડાંગ જિલ્લાના કોચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ ૨૦/૦૮/૨૪ ના રોજ જિલ્લા કો -ઓર્ડીનેટર ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં એવા ઉમેદવારની નિમણૂક થયેલ છે જે માંગવામાં આવેલી કોઈ પણ લાયકાત અને અનુભવ ધરાવતા નથી. આ બહેને મે માસમાં તાલીમ લીધેલ છે અને ૩ માસનો અનુભવ છે. Y.C.B લેવલ ૨- પાસ હોવી જોઈએ એ પણ પરીક્ષા પાસ કરેલ નથી.જાહેરાતમાં યોગ ક્ષેત્રમાં ૩ વર્ષનો અનુભવ માંગવામાં આવેલ હતો પણ એમને કોઇ જ અનુભવ નથી.ડાંગ જીલ્લામાં હાલમાં ૦૭ યોગ કોચ છે.એમને યોગ બોર્ડ દ્વારા પ્રથમ પ્રાથમિકતા આપવાની હોય છે. જાહેરાતની માહિતી બધા કોચને આપવામાં આવી નહોતી. તેમજ ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત એવા યોગ કોચ હોવા છતાં પણ તેમને પ્રાથમિકતા આપવામાં આવી નથી.અને એક બિન અનુભવી વ્યક્તિને નિમણૂક આપવામાં આવેલ છે. આ ઉપરાંત નિમણૂક થતાની સાથે જ તેમણે જૂના અને અનુભવી કોચ પ્રત્યે ભેદભાવ કરવાની શરૂઆત કરી દીધી છે જેના લીધે ભવિષ્યમાં ડાંગ જિલ્લામાં યોગને આગળ વધારવાની કામગીરીમાં અડચણ આવી શકે તેમ છે. તેમજ વધુમાં ડાંગ જિલ્લા કોચ દ્વારા આવેદનપત્ર જણાવવામાં આવ્યું હતુ કે,તેમના દ્વારા જુના બધા જ કોચનું નામ ખોટી વાતો ફેલાવી રહ્યા છે. જે ખૂબ જ નિંદનીય છે.ત્યારે આ સમગ્ર મામલાને લઈને ડાંગ જિલ્લા યોગ કોર્ડીનેટર તરીકે નિમણૂકને રદ કરવામાં અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માન્ય કોચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ..