AHAVADANGGUJARAT

ડાંગ:શિવારીમાળ અંધજન શાળામાં શિક્ષક દ્વારા પ્રજ્ઞાચક્ષુ દીકરીની છેડતીના આક્ષેપ થતા ખળભળાટ ફેલાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની અંધજન શિવારીમાળ ખાતે અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ દીકરીનાં વાલીએ એક વર્ષ બાદ શિક્ષક પર આક્ષેપ લગાવતા સત્યતા સામે અનેક મતાંતર..

પ્રાપ્ત વિગતો અનુસાર માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી સંચાલિત ડાંગ જિલ્લાની શિવારીમાળ અંધજન શાળાનાં ગણિત વિષયનાં શિક્ષક ધનસુખભાઈ ધૂમ સામે એક વાલી દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકીઓની છેડતીનો ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.સાથે વાલીઓએ શાળાનાં ઓફિસમાં જઈ બબાલ કરી વીડિયો વાયરલ કરતા હોબાળો મચ્યો છે.વાલી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કારણે શાળાનું વાતાવરણ પણ તંગ બન્યુ છે અને આ મામલાને લઈને સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ  શાળામાં દોડી ગયા હતા.વાલીનાં આક્ષેપો અનુસાર, ગણિત-વિજ્ઞાનના શિક્ષક ધનસુખભાઈ ધૂમે પ્રજ્ઞાચક્ષુ બાળકીઓની કમજોરીનો લાભ ઉઠાવી તેમની સાથે શારીરિક અડપલા કર્યા છે. આ ઘટનાએ અંધજન શાળાઓમાં બાળકીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.આ સમગ્ર મામલો ગત તા. 09 જૂન,2025 ના રોજ પ્રકાશમાં આવ્યો, જ્યારે એક વાલી પોતાની બાળકીને ઉઘડતી શાળાએ સાંજનાં સુમારે મૂકવા આવ્યા હતા. તે સમયે વાલીને જાણવા મળ્યું કે તેમની દીકરી સાથે લગભગ એકાદ વર્ષ પૂર્વે શાળાના જ શિક્ષક ધનસુખભાઈ ધૂમ દ્વારા વર્ગખંડમાં છેડતી કરી હતી. આ સાંભળીને વાલી સ્તબ્ધ થઈ ગયા હતા.આ મામલે જ્યારે શાળાની અન્ય બાળકીઓને પૂછવામાં આવ્યુ, ત્યારે કેટલીક દીકરીઓએ પણ એકથી બે વર્ષ પહેલાની આ વાત હોય છેડતીનો આક્ષેપ પાયાવિહોણો જણાવ્યો હતો.ભોગ બનનાર બાળકીનાં જણાવ્યા બાદ વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.આ ગંભીર આક્ષેપ બાબતે ડાંગ જિલ્લાની શિવારીમાળ અંધજન શાળાનાં આચાર્ય સુરેશભાઈ ભોયેને રૂબરૂમાં પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે ગત.તા.09-06-2025નાં રોજ એક વાલી બાળકીને શાળામાં મુકવા માટે સાંજનાં અરસામાં આવ્યા હતા. તે દરમ્યાન તેઓએ ઓફિસમાં આવી તેઓની દીકરી સાથે આજથી 1 વર્ષ પૂર્વે શાળાનાં ગણિત વિજ્ઞાનનાં શિક્ષક ધનસુખભાઇ ધૂમ દ્વારા વર્ગખંડમાં છેડતી કરી હોવાનું જણાવ્યુ હતુ.જે બાબતે મે વાલીને કીધુ હતુ કે ત્યારે તમોએ કેમ જાણ ન કરી હતી.જેથી આ બનાવની વિગત જાણવા મે અને ટ્રસ્ટીએ શિક્ષકને ઓફિસમાં બોલાવ્યો હતો.અને પૂછપરછ કરતા શિક્ષક દ્વારા એક વર્ષ પૂર્વે આ બાળકીને તેના લગ્નનાં ફોટા અને વીડિયો જોવા માટે  મોબાઈલ આપ્યો હતો.જેમાં એક વિડિયો ગંદો આવી જતા તે વિદ્યાર્થીની એ જોયા બાદ બબાલ કરી હતી.વધુમાં આ વીડિયો પરથી વિવાદ થયો છે.આ બાબત ઘણી જૂની છે.વાલીએ અદાવત રાખી શાળાને બદનામ કરવાનું કાવતરુ ઘડયુ હોય તેવું લાગી રહ્યુ છે.દ્રષ્ટિહીન માસૂમ બાળકીઓની છેડતીની બાબત પાયાવિહોણી લાગી રહી છે.તેમ છતાં હાલમાં વાલીની રજુઆતને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા આ શિક્ષકને  તુરંત જ છૂટો કરવાની તજવીજ હાથ ધરી છે.અને જો કસૂરવાર હશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”આ ઘટનાને પગલે ડાંગ જિલ્લામાં અને ખાસ કરીને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. શું ખરેખર પ્રજ્ઞાચક્ષુ બાળકીઓ સાથે આવી ઘટના બની છે કે કેમ તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.હાલમાં સાપુતારા પોલીસની ટીમ દ્વારા પણ આ સમગ્ર મામલે કાર્યવાહીના પગલાં લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી નિર્દોષ બાળકીઓને ન્યાય મળી શકે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.જોકે અહીં ઉલ્લેખનીય છે કે,આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં આવેલ નથી.પરંતુ આ ઘટનાએ અંધજન શાળામાં વિદ્યાર્થીનીઓની, ખાસ કરીને  પ્રજ્ઞાચક્ષુ બાળકીઓની, સુરક્ષા વ્યવસ્થા પર ફરીથી વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. આવી સંસ્થાઓમાં જ્યાં વિદ્યાર્થીઓ શારીરિક રીતે નબળા હોય છે, ત્યાં શિક્ષકો અને સ્ટાફની નૈતિકતા અને જવાબદારી વધુ મહત્વની બની જાય છે.આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર મામલાની હકીકત સામે આવશે અને કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકશે..

Back to top button
error: Content is protected !!