દાંતીવાડા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી
24 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રવેશ અરજી તા.૨૯ જુલાઈ ૨૦૨૫ સુધી કરી શકાશે : પ્રવેશ પરીક્ષા તા.૧૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ યોજાશે જવાહર નવોદય વિદ્યાલય, દાંતીવાડાએ ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શિક્ષણ વિભાગ હસ્તક ચાલતી એક સ્વાયત સંસ્થા છે. જેમાં ધોરણ ૬માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પસંદગી પરીક્ષા તારીખ ૧૩-૧૨-૨૦૨૫, શનિવારના રોજ સવારના ૧૧:૩૦ કલાક થી ૦૧:૩૦ કલાક સુધી જિલ્લા શિક્ષણાધિકારી પાલનપુર દ્વારા નિર્ધારિત કરવામાં આવનાર ૫રીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે.આ માટે પ્રવેશ પરીક્ષા અંગેના અરજીપત્રકો ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ ૨૯-૦૭-૨૦૨૫ છે. આ પ્રવેશ ૫રીક્ષામાં ભાગ લેવા ઇચ્છતા હાલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં બનાસકાંઠા જિલ્લાની સરકાર માન્ય શાળામાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં અને અન્ય જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ૨૯-૦૭-૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ પરીક્ષા અંગેના ઓનલાઈન અરજીપત્રકો જવાહર નવોદય વિદ્યાલયની વેબસાઇટ https://cbseitms.rcil.gov.in/nvs પરથી ભરી શકાશે. વધુ માહિતી મેળવવા માટે જવાહર નવોદય વિદ્યાલય, દાંતીવાડા, જી. બનાસકાંઠાનો સંપર્ક કરવા જવાહર નવોદય વિદ્યાલય, દાંતીવાડાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.