GUJARATSINORVADODARA

શિનોર અને માલસર નર્મદા નદીમાં દશામાંની મૂર્તિઓનું વિધિવત્ વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલ વચ્ચે માતાજીની મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું

ફૈઝ ખત્રી..શિનોર
દશામાંના વ્રતને લઈને માઈભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. દિવાસાના પવિત્ર દિવસથી શરૂ થયેલા દશામાંના વ્રત દરમિયાન ભક્તોએ 10 દિવસ સુધી ઉપવાસ અને માતાજીની આરાધના કરી હતી. શિનોર સહિત આસપાસના વિસ્તારોમાં દશામાંની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
વ્રતના 10 દિવસ પૂર્ણ થયા બાદ અંતિમ દિવસે માઈભક્તોએ રાત્રિ જાગરણ કરી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ વહેલી સવારે શિનોર અને માલસર ખાતે નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા.
ઢોલ-નગારા અને માતાજીના જયઘોષ સાથે ભક્તોએ દશામાંની મૂર્તિઓને નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરી હતી. આ સાથે દશામાંના વ્રતની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.

Back to top button
error: Content is protected !!