જામનગરમાં હાઇસ્કૂલમાં દીકરીઓને વિનામુલ્યે અભ્યાસ

મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ,જામનગરમાં વિનામુલ્યે પ્રવેશ
બોર્ડમાં ઉચ્ચ પરિણામ મેળવતી સરકારી શાળામાં વિનામૂલ્યે ધો.૯-૧૦અને ધો.૧૧-૧૨ સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં પ્રવેશ…
બોર્ડ રીઝલ્ટ ૨૦૨૫ :- ધો.૧૨ સાયન્સ : ૧૦૦ %
ધો. ૧૨ આર્ટસ,કોમર્સ : ૯૧.૭૪%
ધો.૧૦ : ૮૬.૬૩%
જામનગર (ભરત ભોગાયતા)
મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ, જામનગર એ જામનગર જિલ્લાની સૌથી જૂની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઇસ્કુલ છે. જેમાં ધોરણ ૯,૧૦ અને ૧૧, ૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ એમ ત્રણેય પ્રવાહ ચાલે છે. આથી શાળામાં ધો. ૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીશ્રીઓને શાળાની રૂબરૂ મુલાકાત લઇ પ્રવેશ નિશ્ચિત કરાવવા માટે જણાવવામાં આવે છે. નવા પ્રવેશ માટે શાળા ખાતેથી રૂબરૂ ફોર્મ કોઈ પણ જાતની ફી વગર મળી જશે. ફોર્મમાં જણાવ્યા અનુસારના જરૂરી આધારો તૈયાર કરી શાળા ખાતે રૂબરૂમાં જમા કરાવવાના રહેશે જેથી પ્રવેશ નિશ્ચિત થઇ શકે.

ફી-શૂન્ય :- અભ્યાસ માટે કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી.
શિષ્યવૃત્તિ :- મળવાપાત્ર અને લાગુ પડતી તમામ શિષ્યવૃત્તિ (‘નમો લક્ષ્મી, ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’, નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ, જ્ઞાન સાધના, પ્રી-મેટ્રિક સ્કોલરશીપ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ)
સાયકલ સહાય :- સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મળે છે.
પાઠ્યપુસ્તકો :- સરકારશ્રી દ્વારા મફત પાઠયપુસ્તકો આપવામાં આવે છે.
યુનિફોર્મ :- શાળા દ્વારા નવા પ્રવેશ વખતે દરેક વિદ્યાર્થીનીને યુનિફોર્મ આપવામાં આવે છે.
વિશેષ બસની સુવિધા : – શાળા અને વાલીઓના સંકલન દ્વારા દુરના વિસ્તારની વિદ્યાર્થીનીઓ માટે ચોક્કસ રૂટ માટે સીટી બસની સુવિધા કરવામાં આવી છે.
જેમાં હાલ ચાલુ રૂટમાં ગામો – મોરકંડા અને ખીમલીયા છે.
નવા સત્રથી નવા રૂટ ચાલુ કરવામાં આવનાર છે જેમાં શહેરના વિસ્તાર – ઉદ્યોગનગર રૂટ, રડાર ગેટ, પાણાખાણ, શાયોના શેરી, જકાતનાકા રૂટ આવરી લેવામાં આવશે.
રૂબરૂ મુલાકાત માટેનો સમય : સવારે ૯.૦૦ થી ૧૨.૦૦
સરનામું : રણજીત રોડ,
જામનગર
એડમીશન માટે કોન્ટેક્ટ નંબર : ૯૭૨૭૬૩૫૧૩૪, ૯૪૨૬૪૭૧૦૯૯ ડૉ. બીનાબેન દવે, આચાર્ય (વર્ગ-૨) : – ૯૮૨૫૨૨૪૫૧૫





