સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા
વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા તાલુકા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના ઝોન કોર્ડિનેટર પ્રતિબેન પાંડે તેમજ સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો. અનિલાબેન પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પાન-માવા, ગુટખા, દારૂ-સિગારેટ, ડ્રગ્સ જેવા વ્યસનથી થતી શારીરિક-માનસિક, આર્થિક, સામાજિક તેમજ સમાજ પરિવારમાં ઊભી થતી કૌટુંબિક આર્થિક મુશ્કેલીઓ અંગે વિસ્તૃત માહિતગાર કરીને જાગૃત કરાયા હતા. યુવાનોને વ્યસન મુક્ત બનાવવાના સઘન પ્રયાસો કોલેજ દ્વારા હાથ ધરાયા છે, સાથોસાથે આજની પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેઓ સમાજના એક જવાબદાર નાગરિક બને તે માટે વિવિધ પાસાઓની વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, નશાની લત જીવનને નિરસ કરી નાખે છે ત્યારે આજની પેઢીની જીવનશૈલી ખાન-પાનમાં બદલાવ લાવવા માટેના આ પ્રયાસમાં યોગ-પ્રાણાયામ જેવી યોગની વિવિધ પ્રક્રિયાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા સલાહ સૂચન કરવામાં આવ્યું હતું. ભારતની પ્રાચીન યોગ પરંપરા આજે દેશ-વિદેશ વિશ્વપટલ પર પહોંચી છે, ૨૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે યુનો દ્વારા માન્યતા મળી છે. ત્યારે આપણો સમાજ યોગ થકી તંદુરસ્ત જીવનશૈલી જીવે તે માટે પણ બખુબી સમજણ પુરી પાડવામાં આવી હતી.
વધુને વધુ યુવાનો યોગ બોર્ડ સાથે જોડાઈને યોગ તાલીમ થકી ટ્રેનર બને, તેઓ પોતાના વિસ્તારમાં લોકોને યોગ પ્રત્યે જાગૃત કરીને સમાજના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરે તે અંગે પણ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. યોગ ટ્રેનર માટેની સંપૂર્ણ પ્રક્રિયા માટે આગામી સમયમાં નર્મદા જિલ્લામાં પણ વિવિધ કાર્યક્મ યોજાનાર છે. આ અંગેની વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઈટ www.gsyb.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે. તેમ નર્મદા જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વસંત વસાવા તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવા
યુ છે.