સાબરકાંઠા જિલ્લામાં મોતની સવારી યથાવત…
તંત્રને ખુલ્લો પડકાર છતાં ખાનગી સટલીયાઓ સામે કાયૅવાહી કેમ્ નહિ...!
સાબરકાંઠા…
સાબરકાંઠા જિલ્લામાં મોતની સવારી યથાવત…
તંત્રને ખુલ્લો પડકાર છતાં ખાનગી સટલીયાઓ સામે કાયૅવાહી કેમ્ નહિ…!
તસ્વીર:-
તહેવાર ટાણે સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી યથાવત્ જૉવા મળી રહી છે. જિલ્લાનાં હિંમતનગર ઇડર, ઈડર ખેડબ્રહ્મા, ઈડર ભિલોડા, ખેડબ્રહ્મા પોષિનાં સહિતના માર્ગો પર ખાનગી સટલિયા ચાલકો તહેવાર ટાણે થોડાંક વઘુ પૈસા કમાવી લેવાની લાયમાં મુસાફરોને મોતની સવારી કરાવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર તહેવાર ટાણે મુસાફરો મોતની સવારી કરતા નજરે પડી રહ્યા છે. એક તરફ જિલ્લા ટ્રાફિક તેમજ આર.ટી.ઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય છે. અને જો કોઈ વાહન ચાલક નિયમોનું પાલન ન કરે તો તેની સામે દંડનીય સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર ખાનગી સટલીયા ચાલકો ગાડીના બોનેટ તેમજ છત ઉપર મુસાફરોને બેસાડી મોતની સવારી કરાવી રહ્યા છે. તો બીજી તરફ સુરક્ષા અને સલામતીની વાતો કરતું તંત્ર હજુ પણ ગોર નિંદ્રામાં હોય તે મુજબના દ્રશ્યો સાબરકાંઠામાં યથાવત જોવા મળી રહ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લા આર.ટી.ઓ વિભાગ દ્વારા આવા કેટલાક બેફામ બનેલા સટલિયા ચાલકો સામે પોતાની કાર્યવાહી આરંભે તે ખૂબ મહત્વનું બની રહે છે. જોકે આવનાર સમયમાં દિવાળી જેવા તહેવાર નજીક છે ત્યારે તેની વચ્ચે મોતની સવારી કરતાં મુસાફરો સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન પણ તંત્ર સામે ઉદ્દભવી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આવા બેફામ બનેલા ચાલકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે કે કેમ કે. પછી તેઓને છાવરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું…
બોક્ષ-
થોડાક સમય અગાઉ હિમતનગર સહકારી જીન નજીક કારને અકસ્માત નડ્યો હતો જેમાં સાત જેટલા લોકોએ રોડ અકસ્માતમાં પોતાનાં જીવ ગુમાવ્યા હતા. ત્યારે તહેવાર ટાણે મોતની સવારી કરતાં મુસાફરો સાથે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે તો જિલ્લામાં એક મોટા રોડ અકસ્માતની આશંકાઓ સેવાઈ રહી છે. જો તંત્ર દ્વારા આવા ખાનગી સટલિયા ચાલકો સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તો ચોક્કસ પણે આવનાર સમયમાં નિર્દોષ લોકોએ મોતની સવારીનો ભોગ બને તો નવાઈ નહીં….
જયંતિ પરમાર સાબરકાંઠા