DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ધારાસભ્ય બન્યા આપ માટે સ્ટાર પ્રચારક. ગોપાલ ઇટલીયા માટે કર્યો પ્રચાર.

ડેડીયાપાડા ધારાસભ્ય બન્યા આપ માટે સ્ટાર પ્રચારક. ગોપાલ ઇટલીયા માટે કર્યો પ્રચાર.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 13/04/2025 – આમ આદમી પાર્ટીનું આજે વિસાવદરમાં મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં ખેડૂતોના મુદ્દે, વિદ્યાર્થીઓના મુદ્દે, મહિલાઓના મુદ્દે, દલિતોના મુદ્દે, આદિવાસીઓના મુદ્દે, વિકાસના મુદ્દે, વ્યવસ્થાના મુદ્દે વિધાનસભામાં ખૂબ જ તાકાતથી રજૂઆત કરીએ છીએ, અવાજ ઉઠાવતા રહીએ છીએ અને અમારી જનતા માટે કામ કરતા હોઈએ છીએ, તો વિસાવદરની જનતાને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે એકવાર ગોપાલભાઈને વિસાવદરની વિધાનસભા ચૂંટણીમાં વિજય બનાવી દો ત્યારબાદ અમે લોકો ભાજપની તાનાશાહી સામે લડવા માટે તૈયાર છીએ. આજે આખા ગુજરાતમાં પોલીસનો દૂરૂપયોગ કરીને લોકોને દબાવવાની વાત છે ચાલતી હોય છે, ખેડૂતોની રિ-સર્વેના નામે જમીનો પચાવી પાડવાની વાત ચાલે છે, મગફળી કૌભાંડ અને ડાંગર કૌભાંડની વાત ચાલે છે, નકલી કચેરી, નકલી અદાલતો અને નકલી ias ips ઓફિસરોની વાત હોય, આવા અનેક મુદ્દાઓ પર અમે ચાર ધારાસભ્યો સરકાર સામે ઝૂક્યા વગર અવાજ ઉઠાવીએ છીએ. તો જો હવે ગોપાલભાઈને વિધાનસભામાં પહોંચાડી દઈશું તો આપણે ભાજપને પણ તેની અસલિયત બતાવી દઈશું.

ત્યારબાદ ચૈતર વસાવાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ હાલ કહ્યું કે પોલીસ આપણા પર ખોટી FIR કરે છે. તો હું આજે કહેવા માગું છું કે હવે હું એક મહિના સુધી વિસાવદરમાં રોકાવાના છીએ અને જો કોઈ પણ કાર્યકર્તાને પોલીસે હાથ લગાડ્યો છે તો પ્રશાસન અને તેમના નેતાઓને પણ આપણે છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશું. કોઈએ ડરવાની જરૂર નથી. અરવિંદ કેજરીવાલજી રોજેરોજ ગુજરાતની ગતિવિધિઓની માહિતી લઈ રહ્યા છે અને આપણે પહેલા ટાર્ગેટ પ્રમાણે વિસાવદરને જીતવાનું છે. ત્યારબાદ આપણું બીજો ટાર્ગેટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી જીતવાનો છે. ત્યારબાદ ત્રીજો ટાર્ગેટ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાનો છે અને આપણે સરકાર બનાવવાની છે.

Back to top button
error: Content is protected !!