ડેડીયાપાડા – એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા મારી જીવ લય લીધો.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/06/2025 – નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે ને એક અજાણ્યા વ્યક્તિ વિરોધ ફરિયાદ નોંધાય છે. મૃતક ખેતરમાં ઉભો હતો ત્યારે અજાણ્યા હત્યારાએ આવી તેના પર હૂમલો કરી દીધો હતો. દેડીયાપાડા ના બંગ્લા ફળીયામાં રહેતા અરવિંદ બાબુ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ ગત 2 જૂનના રાતના 10 વાગ્યાથી 4 જૂન ના સવારના 8વાગ્યાના સમયગાળા દરમ્યાનના શારદાદેવી સ્કુલની પાછળ ખેતરમા આવેલ ઝુપડી પાસે ગામના 58 વર્ષીય લક્ષ્મણ રતન તડવી ઉભા હતાં. તે સમયે અજાણ્યા ઇસમે તેમને કોઇ તીક્ષ્ણ ધારદાર હથિયારથી હૂમલો કરી દીધો હતો. તીક્ષ્ણ હથિયારના ધા મારી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા છે.કપાળ અને મોઢા પર ઇજા કરતા મોત થયું હતું.પોલીસે ખૂન નો ગુનો નોંધી અજાણ્યા વ્યક્તિ ની શોધખોળ શરુ કરી છે.