DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ને આવેદનપત્ર અપાયુ.

હારીજ ખાતે ન્યૂઝ ચેનલ ના પત્રકાર ને પોલીસ કર્મી દ્વારા ઢોર માર મારવાની ઘટના માં તાત્કાલિક પગલાં ભરવા માંગ દ્વારકા પી આઇ ને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગત તારીખ ૧/૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ હારીજ ખાતે ન્યૂઝ ચેનલ માં કામ કરતા વિનોદ ઠાકર દ્વારા મારામારી ની બનેલ ઘટનાની માહિતી હારીજ પોલીસ મથકે લેવા માટે ગયેલ ત્યારે હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી લાલાભાઇ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકર ને અહીં પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોરમાર મારતા ઇજાગ્રસ્ત વિનોદ ઠાકર ને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે ધારપુર દાખલ કરવામાં આવેલ ત્યારે
તાત્કાલિક અસરથી ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા બદલ માંગ સદર પત્રકાર વિનોદ ઠાકર ને ન્યાય મળે એવી અપેક્ષા આ ધટનાને સખ્ત શબ્દોમાં વખોડતા દેવભૂમિ જિલ્લા પત્રકાર સંગઠન

Back to top button
error: Content is protected !!