BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

         રકતદાન મહાદાન છે. રક્ત એ ફેકટરીમાં બનતું નથી અને રક્તની અછત ફક્ત રક્ત થી જ પુરી શકાય છે. સરકારી હોસ્પિટલમાં રક્તની અછત રહે છે આથી ભાણવડ તાલુકાના આરોગ્ય વિભાગના મોરઝર કેન્દ્રની ટિમ , નવાગામ આયુષ્માન કેન્દ્રની ટિમ , નવાગામ સરપંચ અને ત્યાંની યુવા ટિમ અને સંકલ્પ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૨૭ બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું. કેમ્પમાં એકત્ર થયેલ રક્ત ખંભાળિયા જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કમાં આપવામાં આવ્યું છે. કેમ્પમાં રક્તદાતાઓને ડો. રાબડીયા ભાણવડ દ્વારા પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. અને ડો. નિશિત મોદી ભાણવડનો પ્રશસ્તિપત્રમાં સહયોગ પ્રાપ્ત થયો હતો .વધુમાં ડાયાબીટીસ ડે નિમિતે મફત તપાસ ,નિદાન અને સારવાર પણ આયુષ્માન આરોગ્ય કેન્દ્રની ટિમ દ્વારા કરવામાં આવેલ.

         કેમ્પને સફળ બનાવવા સંકલ્પ ગ્રુપના સહયોગ મળ્યો હતો, આ ગ્રુપ છેલ્લા બે વર્ષથી ભાણવડ તાલુકામાં રક્તદાન માટે કાર્યરત છે અને એના તમામ સભ્યો નામ , સન્માન  વિના આ ગ્રુપમાં સેવાનું કાર્ય કરી રહ્યાં છે.આ પ્રસંગે લોકોને વધુમાં વધુ રક્તદાન કરી અન્યને પ્રેરણા આપવા અને જીવનદાન આપવા તાલુકા આરોગ્ય કચેરી ભાણવડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!