DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જી.ટી.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજી હતી.

        આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જી. ટી.પંડ્યાએ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગે સૂચનાઓ અનુસાર પુસ્તિકાઓ, પોસ્ટરો વગેરેનું દેખરેખ અને નિયંત્રણ બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી.

        ઉપરાંત ચૂંટણીને લગતી જે પત્રિકાઓ તેમજ પોસ્ટરો ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ઉલ્લેખ ન હોય તેવી પત્રિકા અને પોસ્ટર છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહી. જો તેવું માલૂમ જણાશે તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૨૭-ક(૪) હેઠળ શિક્ષાને પાત્ર થશે.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી.ધાનાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.ડી.પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એમ.પરમાર સહિત પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!