DEVBHOOMI DWARKADHOLKA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા વિદ્યાર્થીઓને સંકલ્પ પત્રોનું વિતરણ કરાયું

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ટર્નઆઉટ ઇમ્પલીમેન્ટેશન પ્લાન(TIP) અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગીદારીતા વધારવા તેમજ ‘No Voters to be left behind’ નો હેતુ સિદ્ધ કરવા માટે જિલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો થકી વાલીઓને મતદાન માટે સંકલ્પબદ્ધ કરવા માટે ‘હું વોટ કરીશ’ના સંકલ્પ પત્રો ભરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ-વાલીઓને અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લેવામાં આવી રહ્યા છે.

        શાળાના વિદ્યાર્થીઓ મારફતે પરિવારના તમામ સભ્યો સુધી ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા અને મહિલા મતદાન અચૂક કરે તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને સંકલ્પ પત્રોનું  વિતરણ કરવામાં આવે છે. જેથી બાળકનો પરિવાર અને ખાસ કરીને ઘરની મહિલા મતદાન માટે સંકલ્પબદ્ધ બને અને વધુમાં વધુ મહિલાઓ મતદાનમાં ભાગીદારી નોંધાવે તેમજ  વિદ્યાર્થીઓને શાળામાં “હું અવશ્ય મતદાન કરીશ” એવા સૂત્ર સાથેના સંકલ્પપત્રો આપી તેમાં વાલીની સહી લઈ લેવડાવીને પરત મેળવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદેશ ભાવી મતદાર સમા બાળકો અને તેમના વાલીઓને મતદાનની નૈતિક ફરજ માટે જાગૃત કરવાનો છે જેથી લોકશાહીની પ્રક્રિયાને વધુ સશકત બનાવી શકાય.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!