BHANVADDEVBHOOMI DWARKA

પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ભાણવડ તાલુકાના માનપર ખાતે રૂપિયા ૩૮૯.૬૭ લાખના ખર્ચે બનનારા ૦૨ રસ્તાનું ભૂમિ પૂજન કર્યું

૩૮૯.૬૭ લાખના ખર્ચે બનનારા બે રસ્તાનું ભૂમિ પૂજન કર્યું હ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        પ્રવાસન  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ભાણવડ તાલુકાના માનપર ગામ ખાતે રૂપિયા ૩૮૯.૬૭ લાખના ખર્ચે બનનારા બે રસ્તાનું ભૂમિ પૂજન કર્યું હતું.

પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા બનનારા રસ્તાનું ભૂમિ પૂજન કરી ખાત મુહૂર્ત કર્યું હતું.

મંત્રીશ્રીએ મનપરથી ફોટડી તથા બોડકીથી વર્તુ ડેમ તરફ જતા રસ્તાની પાકો રસ્તો બનાવવા માટે માનપર ખાતે રસ્તાનું ભૂમિ પૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું.

માનપરથી ફોટડી રોડ માનપર અને ફોટડી ગામ તેમજ ભાણવડ તાલુકા મથકને જોડતો અગત્યનો રસ્તો છે. એવી જ રીતે બોડકી વર્તુ ડેમ રોડ બોડકીથી વર્તુ ડેમ તેમજ ભાણવડ તાલુકા મથકને જોડતો અગત્યનો રસ્તો છે.

પ્રવાસન અને વન મંત્રી મૂળુભાઈ બેરાએ આ તકે જણાવ્યું હતું કે, અંદાજે નવ માસની અંદર તૈયાર થનાર બંને રસ્તા પાકા બારમાસી રસ્તો બનતા આસપાસના ખેડૂતોને પોતાના પાકને લઈ જવા માટે ખૂબ જ ઉપયોગી બનશે તથા લોકોને અવરજવર માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન પંચાયત, મામલતદાર શ્રી સહિત અધિકારીઓ તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!