વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના પાટી ગામના બાવીસા ફળીયાના દામુભાઈ પટેલ અને કલ્પનાબેન પટેલ દ્વારા માવલી માતાના મંદિરનો જીર્ણોધ્ધારઅર્થે ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ધરમપુરના ભાગવત કથાકાર દિપકભાઈ શાસ્ત્રીના હસ્તે 9 દિવસીય દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કથાનો પ્રારંભ પોથીયાત્રા કાઢી કરવામાં આવ્યો હતો જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતાં.યજમાનના આમંત્રણને માન આપી સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,વલસાડ-ડાંગ માજી સાંસદ કિશન પટેલ,વાંસદા-ચીખલી-ખેરગામ ધારાસભ્ય અનંત પટેલ,ખેરગામ માજી સરપંચ અશ્વિન પટેલ,કાંગવી સરપંચ ગણપત પટેલ,ઘોલાર સરપંચ વલ્લભ દેશમુખ,કાર્તિક પટેલ,બિપીનભાઈ ગરાસિયા,ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ,વિમલ પટેલ,ધનસુખ પટેલ સહિતના મહાનુભાવો દિપપ્રાગટ્ય માટે ઉપસ્થિત રહ્યા હતાં અને મહાનુભાવોએ ચૈત્રી નવરાત્રીના પાવનપર્વ નિમિત્તે માવલી માતા સર્વેને સદબુદ્ધિ આપે તેમજ આદિવાસી સમાજને થઇ રહેલ અન્યાય સામે સંગઠિત થઈને લડવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે પાટી ગામના આગેવાનો શૈલેષભાઈ પટેલ,વિપુલભાઈ પટેલ,કાંતિભાઈ પટેલ,ઠાકોરભાઈ પટેલ,મોહનભાઈ પટેલ,ચંદુભાઈ પટેલ,વિજયભાઈ પટેલ,ધનેશભાઈ પટેલ,નીતિનભાઈ પટેલ,મિનેશભાઈ પટેલ, વેણીલાલ પટેલ,બિપીનભાઈ પટેલ,મિતેશભાઈ પટેલ,કનુભાઈ આચાર્ય,ઈશ્વરભાઈ તેમજ પાટી બાવીસા ફળિયાના યુવકો સહિતનાઓએ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.