AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પ્રધાનમંત્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે આદર્શ યુવા ગ્રામ સભા કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યની દરેક પીએમ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નેતુત્વ સહિત લોકશાહીનાં મૂલ્યોનો વિકાસ થાય તે હેતુસર પંચાયત રાજ મંત્રાલય દ્વારા યુવા આદર્શ ગ્રામ સભા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.ત્યારે રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આવેલ પ્રધાનમંત્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાંગનાં ચિચીનાગાવઠા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ સંકેતભાઈ બંગાળનાં અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ માટે યુવા આદર્શ ગ્રામ સભા કાર્યક્રમ યોજાયો હતો.અહી જ્યુરી સભ્યોમાં સાપુતારા ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ વાડેકર અને પીએમ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલનાં આચાર્ય બ્રિંદાવન પાલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત “માં સરસ્વતી”ની મૂર્તિની પૂજા અને સ્વચ્છતા ગીતથી થઈ હતી.ત્યારબાદ શાળાના આચાર્ય આર.પી.તિવારીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતુ અને વિદ્યાર્થીઓને લોકશાહીમાં ગ્રામ સભાની ભૂમિકા વિશે પણ સમજ આપી હતી.બાદમાં, શાળાના ભૂગોળ શિક્ષક સતારામે ગ્રામ સભાના ઉદ્દેશ્યો સમજાવ્યા હતા.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગ્રામસભામાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ પ્રસ્તુતિ હતી. જેમાં કુલ 45 વિદ્યાર્થીઓએ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી, જેમાં સરપંચ, સચિવ, આંગણવાડી કાર્યકર, વોર્ડપંચ, આરોગ્ય અધિકારી વગેરેનો સમાવેશ થાય છે.યુવા ગ્રામસભાનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિ કર્યા બાદ મુખ્ય મહેમાન સંકેતભાઈ બંગાળે વિદ્યાર્થીઓને ગ્રામસભાની સમગ્ર કાર્યવાહી વિશે માહિતી આપી.આ કાર્યક્રમમાં હાજર રહેલા સાપુતારા ઇન્ટરનેશનલ અને એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના આચાર્યોએ પણ વિદ્યાર્થીઓને શાળા-સ્તરના વિવિધ કાર્યક્રમો તેમના વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે કરી શકે છે અને અનુભવલક્ષી શિક્ષણના ફાયદાઓ વિશે તેમના વક્તવ્યમાં માર્ગદર્શન આપ્યુ હતુ.અહી આદર્શ યુવા ગ્રામસભામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમના અંતે, આભારવિધિ વાઇસ પ્રિન્સિપાલ શશી ભૂષણ મિશ્રા દ્વારા કરવામાં આવી હતી.જ્યારે કાર્યક્રમનું સંચાલન પૂનમ દ્વારા કરવામાં આવ્યુ હતુ,આ કાર્યક્રમની મંચ વ્યવસ્થા વિનોદ કુમાર નિકુમ અનેજયપ્રકાશ પેઇન્ટર દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના વરિષ્ઠ શિક્ષક ગિરીશ કુમાર રાઠોડ, સામાજિક વિજ્ઞાનના શિક્ષક એચ.પી. ઇંગલેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં, વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રંગોળી અને કલા વિભાગનાં ચિત્રો પણ પ્રદર્શિત કર્યા હતા..

Back to top button
error: Content is protected !!