DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: રાજકોટ જિલ્લાના ઓસમ ખાતે બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે

તા.૧૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે અને બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત સરકારશ્રીના, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ધોરાજી તાલુકાના ઓસમ (પાટણવાવ)ખાતે ૮ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે એક દિવસીય બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલીમ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક રાજકોટ જિલ્લાના તાલીમાર્થીઓએ તા.૨૦/૦૬/૨૦૨૫ બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં નિયત નમુનામાં સંપૂર્ણ વિગતો ભરીને અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,૫/૫, બહુમાળી ભવન, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેષ દિહોરાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!