વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૬ જાન્યુઆરી : 750 થી વધારે ઘરમાં રૂફટોફ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે અને જેમાં લગભગ 1000 થી વધારે પરિવારો આ યોજનાનો લાભ મળી રહેશે.2.3 KW ની સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે, જયારે આ યોજનાનો લાભ લેનાર દરેક વ્યક્તિના કનેક્શન દીઠ 42000 અદાણી ફાઉન્ડેશન મદદ કરશે, 8000 જે તે વ્યક્તિ પોતે આ યોજનામાં ભરવાના આવશે અને 62520 ગુજરાત સરકાર ની સબસીડી માળવાપાત્ર થશે જે ગુજરાતના ત્રીજા નંબરના સંપૂર્ણ સોલાર ગામનું સ્થાન પ્રાપ્ત થશે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું ધ્રબ અને ભોપા વાંઢ ગામમાં સૂર્યઘર યોજનાથી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, મુંદરા માંડવી તાલુકાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે ઉદ્દઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં એસ.ડી.એમ. ભગીરથ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી અને સી.એસ.આર. પંક્તિબેન શાહ, અસ્લમભાઇ તુર્ક, સોમાભાઈ રબારી, આશાભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ઢોલ શરણાઈથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારની સબસીડીના સહયોગથી બંને ગામોમાં સૌર ઊર્જાથી વર્ષે લગભગ 2 કરોડથી વધારેની બચત કરશે. આ યોજના મારફતે બંને ગામોમાં 750 થી વધારે ઘરમાં રૂફટોફ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે અને જેમાં લગભગ 1000 થી વધારે પરિવારો આ યોજનાનો લાભ મળી રહેશે, અને વર્ષે એક પરિવાર લગભગ 25 થી 30 હાજરની બચત કરશેકચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા એ આ યોજના અંગે જણાવ્યું કે આ રૂફટોફ સોલાર અંગે દરેક વ્યક્તિએ સહકાર આપવો જોઈએ આ સૌર ઊર્જાનો કે ગ્રીન એનર્જી યુગ ચાલી રહ્યો છે, ગુજરાતના અન્ય જિલ્લા કરતા કચ્છમાં સૌથી વધારે આ ફાયદો કચ્છ વાસીઓને થાય એ વાસ્તવિક છે, જેથી બધા જ ગ્રામજનોએ આ લાભ લેવો જોઈએ, અને ગામનું એક પણ ઘર બાકીના રહે એ માટે સરપંચશ્રી,આગેવાનો અને ગ્રામવાસીઓને આહવાન કરવામાં આવેલ. ધ્રબ અને વાંઢ ગામના 2.3 KW ની સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે, જયારે આ યોજનાનો લાભ લેનાર દરેક વ્યક્તિના કનેક્શન દીઠ 42000 અદાણી ફાઉન્ડેશન મદદ કરશે, 8000 જે તે વ્યક્તિ પોતે આ યોજનામાં ભરવાના આવશે અને 62520 ગુજરાત સરકાર ની સબસીડી માળવાપાત્ર થશે, આમ જે ગુજરાતના ત્રીજા નંબરના સંપૂર્ણ સોલાર ગામનું સ્થાન પ્રાપ્ત થશે,મુન્દ્રા માંડવીના ધારાસભ્યશ્રી એ જણાવ્યું કે “સૂર્ય ઘર યોજના” ને આગળ ધપાવવા દરેક વ્યક્તિ સતર્ક થાય અને યોજનાનો લાભ લઇને ગર્વ અનુભવવું જોઈએ જેવી દરેક ગ્રામ વાસીઓને વિનંતી કરી અને આ મહત્ત્વાકાંક્ષી પ્રયાસ માટે ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા.
જયારે સી.એસ.આર. પંક્તિબેન શાહ જણાવેલ કે અદાણી ફાઉન્ડેશન દ્વારા આ એક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આ બે ગામ લેવામાં આવ્યા છે, જેમાં ગામના દરેક વ્યક્તિનું કર્તવ્ય શરુ થાય છે, જેમાં રજીસ્ટેશન થી લઇ ફિટિંગ સુધી દરેક વ્યક્તિ જોડાય આ પ્રોજેક્ટને અગ્રસ્થાન આપી સંપૂર્ણ ગામ આ પ્રોજેક્ટનો લાભ મેળવે એવી વિનંતી કરેલ. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વધારાના યુનિટમાંથી વર્ષે લગભગ 15 થી 20 હાજર સુધીની આવક પણ થઇ શકે એવી શક્યતાઓ રહેલી છે, આજરોજ શરૂઆતમાં જ 150 થી વધારે ડોક્યુમેન્ટ રજીસ્ટેશન પણ કરવામાં આવ્યું છે, અને કચ્છ જિલ્લાના આ બંને ગામ સંપૂર્ણ સોલાર વિલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થશે. સૂર્ય ઘર યોજના જે ઉદાહરણ સ્વરૂપે ગુજરાતમાં મોઢેરા અને મસાલી ગામ આપણી સામે છે, જયારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ અને મહેસાણા જિલ્લાનું મોઢેરા બાદ હવે કચ્છ જિલ્લાના ધ્રબ અને વાંઢ સંપૂર્ણ સોલાર ગામનો સમાવેશ થવા જઈ રહ્યું છે.વધુ માહિતી માટે જુઓ :https://www.adanifoundation.org/