GUJARATKUTCHMANDAVI

વિશ્વ ડાયાબિટીસ દિવસ અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના માધ્યમથી ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૪ નવેમ્બર : વિશ્વ ડાયાબિટીસ દિવસ એટલે ડાયાબીટીસ દર્દ અંગે જાગૃતિ લાવવાનું અભિયાન. ગુજરાત યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત બનાવવા ૧૪મી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસને ઉપલક્ષ્ય બનાવી, યોગિક ઉપચાર દ્વારા ડાયાબિટીસના દર્દીઓને યોગમય જીવનશૈલી અપનાવવા તેમજ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં પણ આજરોજ તારીખ ૧૪ના ભુજમાં બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ ગોપાલપૂરી ગાંધીધામમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરની સવારે ૬ કલાકે યોજાઈ હતી. આ શિબિરમાં કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શિબિરના સાધકોનું ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ ભુજમાં પધારેલા મહેમાનોમાં પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પ્રેમકુમાર કન્નર તેમજ સર્વ મંગલ આરોગ્ય ધામના ચીફ મેડીકલ ઓફિસર ડૉ. આલાપ અંતાણી, કબીર મંદિરના પૂજનીય શ્રી કિશોરદાસજી મહારાજ, બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ હરિભાઈ ઠક્કર સાથે મહંત શ્રી મોતીદાસજી મહારાજ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ શેઠ (સુખડિયા), જિલ્લા કો ઓર્ડીનેટરશ્રી સંતરામદાસજી તેમજ સર્વે યોગ કોચ અને ટ્રેનર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કિશોરદાસજી મહારાજના આર્શીવચન દ્વારા યોગ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજી માર્ગદર્શન હેઠળ આજ પુરા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં કુલ ૪૫ ડાયાબિટીસ મુક્તિ માટે શિબિરનું આયોજન ૧૪ નવેમ્બરથી ૨૮ નવેમ્બર સુધી થઈ રહ્યું છે. ડૉ.પ્રેમકુમાર કન્નરે કચ્છના લોકોને અપીલ કરી કે યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા દરેક બીમારીઓથી બચી શકાય છે. તે માટે રોગમુક્ત થવાની ચાવી આપતુ આ યોગ શિબિરનું આયોજન સર્વેને ઉપયોગી બની રહેશે. વધારેથી વધારે લોકો આ ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બને અને ડાયાબિટીસ તેમજ બીમારીઓથી મુક્ત થાય તે જરૂરી છે. ડૉ. શ્રી આલાપ અંતાણી એ જણાવ્યું કે, ડાયાબીટીસ શું છે અને તેના પ્રકારો ક્યાં ક્યાં છે, ડાયાબીટીસ થવાના કારણો, લક્ષણો અને મુક્તિ માટે યોગિક ઉપાયો, પ્રાકૃતિક આહાર, જીવનશૈલીમાં પરીવર્તન દ્વારા ડાયાબિટીસની બીમારીથી મુકત થઈ શકાય છે તેવી ખૂબ ઉપયોગી જાણકારી આપી ડૉ. આલાપ દ્વારા આપવામાં આવી હતી. યોગ કોચ શ્રી હિતેશભાઈ કપૂર દ્વારા પધારેલ મહેમાનો તેમજ જોડાયેલ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. યોગ કોચ વર્ષાબેન પટેલ, તેજલ બેન ત્રિપાઠી, માધવીબેન માલવિયા, જશોદાબેન ગૌરી દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જોડાયેલા લોકોને યોગ અભ્યાસ બાદ યોગ ચિકિત્સકની સલાહ મુજબનું જ્યૂસ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ સાથે યોગ શિક્ષક ભરતભાઈ સોની, મહેશભાઈ પોમલ, ગોવિંદભાઈ ભાનુશાલી, જતીનભાઈ ઠક્કર, રશ્મિબેન વ્યાસ, લતાબેન વોરા, લતાબેન દાવડા, હિનાબેન પરમાર, દિપ્તીબેન સોનીનો સહયોગ પ્રાપ્ત થયો છે. કચ્છના બધા જ લોકોને રોગ મુકત થવા ભુજમાં બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ ગાંધીધામમાં ગોપાલપૂરી ખાતે સવારે ૬.૦૦ કલાકે યોગ શિબિરમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!