થરા યાર્ડની ચુંટણીમાં પૂર્વ ચેરમેનની પેનલ અને ભાજપ ની પેનલ વચ્ચે સીધી ટક્કર…
થરામાર્કેટયાર્ડમાં મતદાન શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન.
થરા યાર્ડની ચુંટણીમાં પૂર્વ ચેરમેનની પેનલ અને ભાજપ ની પેનલ વચ્ચે સીધી ટક્કર…
————————————–
થરામાર્કેટયાર્ડમાં મતદાન શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન.
—————————————
કાંકરેજ તાલુકાના વહેપારી થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી ૩૦ મી જૂન-૨૦૨૫ ને સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ૯ કલાકથી સાંજે ૫ વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં થરા માર્કેટયાર્ડના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલની પેનલ અને ભાજપ પ્રેરીત પરીવર્તન પેનલ વચ્ચે રસાકસીભર્યા માહોલમાં મતદાન યોજાયુ હતુ.થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી માટે સોમવારે વેપારી વિભાગના ૪ અને ખેડૂત વિભાગના ૧૦ એમ ટોટલ ૧૪ સભ્યો માટે મતદાન યોજાયું હતું. જેમાં ભાજપની પરિવર્તન પેનલ માં બ. કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિહ વાઘેલા,બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતર, કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વપ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ પરિવર્તન પેનલને જીતાડવા કમર કસી હતી.જ્યારે સામે બ. કાં.જિલ્લા ભાજપના મજબૂત સહકારી આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જામી હતી.આમ બંને પેનલોએ ૧૪-૧૪ ઉમેદવારો ને મેદાનમાં ઉતાર્યા હતા.અને બન્ને પેનલોના ઉમેદવારોએ જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.હવે જોવાનું એ રહે છે કે પરિવર્તન માટે કાંકરેજ તાલુકા ભાજપના સંગઠનના તમામ આગેવાનો રાતદિવસ મહેનત કરી હતી.તો માર્કેટમાં ફરી ટકી રહેવા અણદાભાઈ પટેલે પણ ખેડૂત વિભાગના ૪૮૫૬ અને વેપારી વિભાગના ૬૩ મતદારોને રીઝવવા મતદારોને કરેલી અપીલ કેવી પરિણામ લાવે છે.એ મતગણતરીમાં મતદારો પરિવર્તન પેનલને પસંદ કરે છે કે અણદાભાઈ પટેલના જૂના ડિરેક્ટરોને ફરી પસંદ કરે છે.એ પરિણામ જાહેર થાય ત્યારે જ ખબર પડશે.થરા માર્કેટયાર્ડની ચુંટણી ડી.વી.ગઢવી બ.કાં. જિલ્લા રજીસ્ટાર અને ચુંટણી અધિકારી થરા માર્કેટયાર્ડની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં ખેડુત વિભાગમાં બુથ-૧૦ અને વેપારી વિભાગમાં બુથ-૧ હતુ. જેમાં ખેડુત વિભાગના ૪૮૫૬ માંથી ૪૭૧૩ મતદાન થયુ હતુ.જે ૯૭.૦૫ % થયુ હતુ.જયારે વેપારી વિભાગમાં ૬૩ મતદારમાંથી ૬૨ મતદારોએ મતદાન કર્યુ જે ૯૮.૪૨ % મતદાન થયુ હતુ.જેમાં ૧૧૦ વહીવટી સ્ટાફ અને પોલિસ તંત્રમાં ૧-એ.એસ.પી.સુબોધ માનકર,૬-પી.આઈ. કે.બી. દેસાઈ,એસ.એમ.પાંચીયા,
એ.બી.ભટ્ટ,એમ.બી.કોટવાલ, એ.ટી.પટેલ સહિત ૧૨ પી.એસ. આઈ.,૧૧૦-પોલિસ કોન્સ્ટેબલ દ્વારા બોડીવોર્ન કેમરા દ્વારા ખડેપગે રહી ચાંપતો બંદોબસ્ત પુરો પાડયો હતો.અને મતદાન શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થતાં હાશકારો અનુભવ્યો હતો.
અણદાભાઈ પટેલ પુર્વચેરમેન થરા એ.પી.એમ.સી.એ જણાવ્યુ હતુ કે મને વિશ્વાસ છે કે મુદો હોય કે ના હોય તોય મુદો ઉભો કરે.હુ ભાજપનો સંનિષ્ઠ કાર્યકર છુ. ૧૯૮૦ ભાજપમાં કામ કરૂં છુ.મારૂ એક સ્વપ્ન હતુ કે ભારત ની અંદર ભાજપના વડાપ્રધાન બેસે એ સ્વપ્ન મારૂ પુરૂ થયુ છે. અમે અત્યારે હાલે ભાજપાના કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ.અમાને કોઈ મેન્ડેટ મળે ના મળે એની પડી નથી અમે ભાજપ નુ કામ કરવાવાળા ખુબ છીએ ખુબ સારૂ મતદાન થયુ છે.મને એવુ લાગે છે.જે મતદાન થયુ એ પ્રમાણે લોકોના મન તો કળાતાં નથી મને કુદરતના આર્શીવાદથી મને કુદરત જીતાડશે તેવો પુરો વિશ્વાસ છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530