GUJARATSURENDRANAGARWADHAWAN

ચોક્કસ યુનીયનને સતાનો દુરુપયોગ કરી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાય અધિકારીઓ દ્વારા કરવામાં આવતી મદદ

તા.11/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ઉપરોક્ત વિષયનાં અનુસંધાનમાં જણાવવાનું કે, અમારા યુનિયનના ધ્યાન ઉપર આવેલ છે કે, કોઈ કર્મચારી જે યુનિયનનો સભ્ય હોય તે યુનિયન પોતાના અંગત કારણોસર અથવા અસંતોષની લાગણી થવાથી યુનિયન બદલે કે તરત કેટલાંક અધિકારીઓ કે જે કંપની કરતાં સદર યુનિયન પ્રત્યે વધારે વફાદાર હોય છે તેવા અધિકારીઓ એકદમ સક્રિય થઈ જુના મુદ્દા ઉખાડી અથવા અંગત સમય ફાળવી રોજ બરોજના કામોમાં ક્યારેક બનતી માનવ સહજ ભુલો શોધી કારણદર્શક નોટિસો કે ચાર્જ શીટ જેવી કાર્યવાહી હાથ ધરી કર્મચારીએ યુનિયન બદલી ખૂબ મોટો ગુનો કર્યો હોય તેવો હાઉ ઊભો કરી ડરનો માહોલ બનાવી દેતા હોય છે જેથી અન્ય કર્મચારી પોતાના હક્ક હિત માટે યુનિયન બદલવા ઈચ્છતા હોય તો અટકી જાય અને આ રીતે એક ચોક્કસ યુનિયનને સત્તાનો દુરુપયોગ કરી મદદરૂપ થાય છે અત્રે આપ સાહેબને જણાવવાનું કે, તેઓનાં માનીતા યુનિયન છોડી અમારા સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે ઉપર જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરના એક અધિકારી કાર્યવાહી કરી રહ્યા છે જે સદંતર ગેર કાયદેસર, અન્યાયી અને સત્તાનો ખુલ્લો દુરુપયોગ હોય અમો આ પ્રકારની કાર્યવાહીનો સખત વિરોધ કરીએ છીએ અને કંપનીનાં એચ આર ના વડા તરીકે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ કે આવી પ્રવૃત્તિ કરનાર અધિકારીને આપના સ્તરેથી સૂચિત કરી સત્તાના દુરુપયોગને અટકાવવામાં અને કર્મચારી લોકશાહી ઢબે પોતાની યુનિયન પસંદ કરવાની બંધારણ તરફથી મળેલ સ્વતંત્રતાનો કોઈ પણ ડર રાખ્યા સિવાય ઉપયોગ કરી શકે તે માટે જરૂરી કાર્યવાહી કરી મદદરૂપ થશો.

Back to top button
error: Content is protected !!