BANASKANTHAGUJARATPALANPUR
દાંતાની મોરડુંગરા પ્રાથમિક શાળાને ૪,૦૦૦૦૦ ચાર લાખ રૂપિયાની શૈક્ષણિક કીટ અને ફૂડ પેકેટનું વિતરણ
6 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતાની મોરડુંગરા પ્રાથમિક શાળાને ૪,૦૦૦૦૦ ( ચાર લાખ ) રૂપિયાની શૈક્ષણિક કીટ અને ફૂડ પેકેટનું વિતરણ
ખોડલકૃપા મિત્રમંડળ ગ્રુપના સહયોગી રણછોડ ભાઇ એમ. પટેલ નિવૃત્ત જુનિયર એન્જિનિયર જી.ઈ.બી દાંતા અને એમની ટીમ કલોલ ગાંધીનગર દ્વારા મોરડુંગરા પ્રાથમિક શાળા તા-દાંતા જી-બનાસકાંઠા અને ઘુઘર માળ પ્રાથમિક શાળામાં કુલ રૂપિયા ચાર લાખ જેટલી માતબર રકમની શૈક્ષણિક કીટ શાળાના ૩૪૦ જેટલા બાળકોને અર્પણ કરવામાં આવી હતી. જેમાં બેગ, ચોપડા, કંપાસ, સ્લેટ પેન્સિલબોક્સ, કલર બોક્સ ,કપડાં, ચપ્પલ, સિંગ – ચણા, જેવી વસ્તુઓની કીટ અપાઈ હતી. દાતાઓએ ઉત્સાહભેર બાળકોને વધાવી લીધા હતા શાળાના આચાર્યશ્રી અને શિક્ષક ઓ એ દાતાઓનું પુસ્તક આપી સન્માન કર્યું હતું. તસવીર અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ।