વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુંદરા,તા.21 જૂન : કારવા એ મુસ્તુફા મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, મુંદરા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલ ઉમદા કાર્ય બદલ લાલજી સુમાર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. શાળાના આચાર્ય મનહરસિંહ ઝાલાએ આ પ્રસંગે તમામ ટ્રસ્ટીગણનો આભાર માનતા જણાવ્યું હતું કે, “શિક્ષણ એ સમાજનો પાયો છે અને કારવા એ મુસ્તુફા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સામગ્રી પૂરી પાડીને ખરેખર પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. આ સહયોગથી બાળકોને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉત્સાહ સાથે અભ્યાસ કરી શકશે.”
શાળાના શિક્ષકગણ અને તમામ વિદ્યાર્થીઓએ પણ આ ઉમદા પહેલ બદલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના સહયોગથી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં સરળતા રહે છે અને તેમના ભવિષ્યના ઘડતરમાં મદદ મળે છે.
કારવા એ મુસ્તુફા મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, મુંદરા લાંબા સમયથી સમાજ સેવાના કાર્યોમાં સક્રિય છે અને ખાસ કરીને શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. ભવિષ્યમાં પણ આવા કાર્યો દ્વારા સમાજ અને ખાસ કરીને બાળકોના ઉત્થાન માટે ટ્રસ્ટ કટિબદ્ધ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.



