GANDHIDHAMGUJARATKUTCH

મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૦૪ ઓગસ્ટ : ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીધામ દ્વારા ટીબી દર્દીઓને 30 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા ઓગસ્ટ 2026થી જાન્યુઆરી 2027 સુધી સતત 6 મહિના સુધી ટીબી દર્દીઓને નિયમિત પોષણ કિટ પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.કાર્યક્રમ દરમિયાન ટીબી દર્દીઓને યોગ્ય પોષણ, મજબૂત રોગપ્રતિકારક શક્તિ અને નિયમિત દવા લેવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ્ય સારવાર સાથે પૌષ્ટિક આહાર અપનાવવાથી ટીબી સંપૂર્ણપણે મટાડી શકાય છે તે અંગે પણ દર્દીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ દવે તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાભાવી પહેલને બિરદાવી હતી અને સમાજના સેવાભાવી વ્યક્તિઓ, સંસ્થાઓ તેમજ દાતાશ્રીઓને ટીબી દર્દીઓના પોષણ અને સારવારમાં સહભાગી બની ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અપીલ કરી હતી.મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સોનલબેન પટેલ, નિકિતાબેન, ભારતીબેન, આસુ પરમાર, આશા રાણા, રવિ, દીપેનભાઈ, પ્રમોદભાઈ, વિલ્પાબેન, યેશાબેન, મોહનભાઈ, દૂરુંબેન, આશાબેન, ગોપિબેન અને ભાવનાબેન ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો, સેવાભાવી કાર્યકરો, દાતાશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!