GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખેલ મહાકુંભ અન્વયે જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ બહેનોની સ્પર્ધા યોજાઈ
તા.૬/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી અને જિલ્લા રમતગમત કચેરી દ્વારા ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે જિલ્લા કક્ષાની એથ્લેટિકસ બહેનોની સ્પર્ધા એથ્લેટિક ટ્રેક રેસકોર્સ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ કેટેગરીની ૪૦૦ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બહેનોએ રનીંગ, જમ્પિંગ સહિતની ઇવેન્ટ્સમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું.