બાળકો માટેના સાત દિવસીય એડવેન્ચર કોર્ષની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન.
વિવિધ એડવેન્ચર પ્રવૃતિઓ કરી બાળકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલકેટરશ્રી.
ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર દ્વારા માખણીયા પર્વતની તળેટીમાં, ડુંગરવાંટ ખાતે તા.૨૮ ફેબ્રુઆરી થી ૬ માર્ચ સુધી એમ ૭ દિવસના એડવેન્ચર કોષનું આયોજન કરવામાં આવ્યું. આ એડવેન્ચર કોષમાં ૮ થી ૧૩ વર્ષના ૭૦ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.આ સાત દિવસીય એડવેન્ચર કોર્ષ જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેકટરશ્રી.એ ફાયરમેન બ્રીજ, લોંગ સિલીંગ,રેપલીંગ અને કલાઇમ્બીંગ એડવેન્ચર પ્રવૃતિ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ એડવેન્ચર કોર્ષમાં વિવિધ એડવેન્ચર પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રિવર ક્રોસિંગ, રેપલિંગ, ક્લાઇમ્બિંગ, ફાયરમેન બ્રિજ, લોંગ સિલીંગ જેવી વગેરે એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર