GUJARATHALOLPANCHMAHAL
હાલોલ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૯.૨૦૨૪
પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર એ સ્વચ્છતા હી સેવા અંતર્ગત હાલોલના જ્યોતિ સર્કલથી પાવાગઢ જતાં માર્ગ પર સ્વચ્છતા નિરક્ષણ હાથ ધર્યુ હતું. સ્વચ્છતા નિરિક્ષણ બાદ કલેકટર એ હાલોલ સ્થિત નવીન તાલુકા કોર્ટ પાસે આવેલી આદર્શ નિવાસી શાળાની આકસ્મિક મુલાકાત લઈ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરી શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ સહિતની વિવિધ બાબતો અંગે જાણકારી મેળવી હતી.