જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરી હતી.ચૂંટણીલક્ષી કામગીરીના જુદા જુદા નોડલ ઓફિસરશ્રીઓ સાથે મળેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિધાનસભા મત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરતા ખાસ વિધાનસભા મત વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ફ્લેગ માર્ચ યોજવા માટે નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત સંભવિત વરસાદની સ્થિતિમાં જરૂરી પૂર્વ તૈયારીઓ કરવા અને તકેદારી લેવા માટે માર્ગદર્શન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ હોમ વોટીંગ દરમિયાન મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી. આ માટે હોમ વોટિંગના સ્ટાફને તાલીમ પણ આપવામાં આવશે.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદાન જાગૃતિ માટે સંકલિત પ્રયાસો કરવા માટે ભાર આપ્યો હતો. ઉપરાંત મતદાન મથકો પર દિવ્યાંગ સહિતના મતદારોને જરૂરી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. ઉપરાંત વધારાના બેલેટ યુનિટ ફાળવવા, વધારાની એફએસટી, વીએસટી, વીવીટી ટીમની રચના, મતગણતરી માટેની પૂર્વ તૈયારીઓ, ઇવીએમનું બીજું રેન્ડેમાઇઝેશન, કમિશનિંગ સહિતના મુદ્દે આયોજન સંદર્ભે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એ. જાડેજા, નિવાસી અધિક કલેકટર સુશ્રી કે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.જે. જાડેજા સહિત ચૂંટણીલક્ષી કામગીરી માટેના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ