GUJARATJUNAGADH

૮૬- માલીડા અને ૧૧૧- નવા વાઘણીયા મતદાન મથક ખાતે નવેસરથી થનાર મતદાનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

સુરક્ષા વ્યવસ્થા, વેબકાસ્ટિંગ, સંભવિત વરસાદની સ્થિતિ સહિતના મુદ્દે માર્ગદર્શન કરતા જિલ્લા ચૂંટણીઅધિકારીશ્રી

ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ૮૬- માલીડા અને ૧૧૧- નવા વાઘણીયા મતદાન મથક ખાતે તા.૨૧- ૬- ૨૦૨૫ના રોજ નવેસરથી મતદાન કરવામાં આવશે. આ મતદાન માટેની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં સંબંધિત નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ ઉક્ત બંને મતદાન મથકોના મતદારોને પુનઃ મતદાન થનાર છે, તેની મતદારોને જાણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ઉપરાંત રાજકીય પક્ષો અને ઉમેદવારોને પણ તેની જાણ કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કહ્યું કે, મતદાન માટેની નિયત થયેલી તમામ પ્રક્રિયા પાલન કરવાની રહેશે. તેમણે ચૂંટણીલક્ષી ઇવીએમ સહિતની સામગ્રી લઈને મતદાન મથકનો સ્ટાફ પહોંચી જાય પણ સુનિશ્ચિત કર્યું હતું.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સંભવિત વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને પણ જરૂરી પૂર્વ તૈયારીઓ રાખવા માટે નિર્દેશ આપ્યા હતા. આ સાથે વેબકાસ્ટિંગ માટેની પણ જરૂરી સૂચનાઓ આપી હતી.ઉપરાંત ઉકત મતદાન મથકો ખાતે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ માર્ગદર્શન કર્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, અધિક નિવાસી કલેકટર સુશ્રી કે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!