ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી,પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી,પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો

મેઘરજ, તા. ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ — અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ, વન વિસ્તારના સંવર્ધન અને જનભાગીદારીથી હરિયાળી વધારવાના સંકલ્પ સાથે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

વન મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ લાભાર્થીઓને ચેક, પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે દર વર્ષે વૃક્ષારોપણ દ્વારા વન વિસ્તારના વિસ્તરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ૩૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો આયોજન છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત પણ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

મંત્રીએ જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષો વાવવા પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા વૃક્ષોની યોગ્ય માવજત અને સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે. વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન-સંવર્ધન કરવા સૌને સંકલ્પબદ્ધ થવા તેમણે અપીલ કરી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે પણ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવામાં વૃક્ષો અને વનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વધતું પ્રદૂષણ, જળસંકટ અને આબોહવામાં થઈ રહેલા ફેરફારો સામે વૃક્ષારોપણ તથા વન સંરક્ષણ મહત્વપૂર્ણ ઉપાય બની શકે છે.અરવલ્લી જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. નાગરિકો, શાળાઓ, સંસ્થાઓ તથા વિવિધ સરકારી વિભાગોને વધુમાં વધુ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ‘વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવો’ના સંદેશ સાથે જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણપ્રિય બનાવવા માટે જનભાગીદારી વધારવા અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, IFS પ્રસાદ રવિ રાધાક્રિષ્ના, નાયબ વન સંરક્ષક ડૉ. ડી.એફ. ગઢવી, નાયબ વન સંરક્ષક શ્રીકાન્ત કેલગંદ્રે સહિત વન વિભાગના અધિકારીઓ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.વન મહોત્સવના આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી જિલ્લામાં વૃક્ષારોપણની સાથે વૃક્ષોના જતન અને સંવર્ધનને પણ પ્રાથમિકતા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!