તા. ૨૮૦૫૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડા ખાતે જિલ્લા બેઠક યોજાઈ.
લીમખેડા ખાતે તા.૨૭.૫.૨૦૨૫ ને મંગળવારના રોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાની જિલ્લા બેઠક મધ્ય ગુજરાતના ધર્માધ્યક્ષ પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જગદીશદાસજી મહારાજની પ્રેરણાથી શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડા ખાતે યોજાઈ હતી. આ જિલ્લા બેઠકમાં મહંત શ્રી સુરેશદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. આજ રોજ શનિદેવ જન્મોત્સવ નિમિત્તે હવન યગ્ન કરવામાં આવ્યો. અને મહારાજશ્રી એ આશિર્વચનમાં આવનાર સમયમાં આપણા સનાતન ધર્મ થી વિખૂટા પડી ગયેલ પરિવારોની ઘર વાપસી થાય એ માટે પ્રેરક સૂચના આપી સનાતનીઓનો જુસ્સો વધાર્યો હતો. જિલ્લાના કાર્યકર્તાઓને સંગઠનનો વિસ્તાર વધે એ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું. આવનાર સમયના કાર્યક્રમો માટે જીલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં જિલ્લા તેમજ તાલુકાના સનાતન વર્લ્ડ પરિવારના હોદ્દેદારો હાજર રહ્યાં હતા