GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અધિક નિવાસી કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

તા.૧૨/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રસ્તા રીપેરિંગ, ગેરકાયદે ગેપ ઈન મીડિયન અને અનઅધિકૃત દબાણ દૂર કરવા સહિતની કામગીરી સત્વરે કરવા સૂચના

Rajkot: રાજકોટ જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી એ.કે.ગૌતમની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રાજકોટ – જામનગર રોડ પર ખુલ્લા જોવા મળેલા ગેપ ઈન મીડિયન, પડધરી સર્કલ પાસે માર્ગ અકસ્માત થવાની સંભાવના, અનઅધિકૃત દબાણ, સર્વિસ રોડ ઉપર ખાડાઓ રીપેરીંગની કામગીરી સહિતની કામગીરી અંગે અધિક નિવાસી કલેકટરશ્રીએ સમીક્ષા કરી હતી.

વધુમાં આર.ટી.અધિકારીશ્રી કેતન ખપેડ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ- મોરબી રોડ ઉપર બંધ કરવામાં આવેલા ગેરકાયદે મીડિયન, રાજકોટ-ભાવનગર રોડ પર થયેલી રીસર્ફેસિંગની કામગીરી, જાહેર જનતા અને વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતીની જનજાગૃતિ માટે કરવામાં આવેલા રોડ સેફટી સેમીનાર, અકસ્માત સંભવિત ઝોન, ટ્રાફિક જામ નિવારવા સહિતની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.

માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને મદદ કરવા અને તેમનું જીવન બચાવવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના કોન્સ્ટેબલ શ્રી મહાવીરસિંહ જાડેજા અને શ્રી ધર્મેન્દ્રસિંહ પરમારને ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના હેઠળ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ભારત સરકારના માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા માર્ગ અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોને મદદ કરવા અને જીવન બચાવવા માટે અન્યને પણ પ્રેરણા આપવા નાગરિકો માટે ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમજ ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી “રાહવીર યોજના” પણ શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકોને રૂ.૨૫,૦૦૦નો પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

આ બેઠકમાં રાજકોટ ગ્રામ્ય ડી.વાય.એસ.પી.શ્રી એસ.એસ. રઘુવંશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિત પટેલ, રોડ સેફટી એક્સપર્ટ સભ્યશ્રી જે.વી. શાહ, સહીત એન.એચ. એ.આઈ., આર.એન્ડ બી. ગ્રામ્ય, નેશનલ ડિવિઝન સ્ટેટ હાઇવે, રૂડા, શિક્ષણ, આરોગ્ય, સહિતના રોડ સેફટી કમિટીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!