તા.૧૦.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ દ્રારા દાહોદ જિલ્લામાં આવેલ પેટ્રોલપંપ કંપનીના પ્રતિનિધી (OMC) સાથે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મીટીંગનું અયોજન કરવામાં આવ્યું
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને દાહોદ જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલપંપના કંપનીના પ્રતિનિધી(OMC)ની જિલ્લા પુરવઠા કચેરી ખાતે મીટીંગ યોજવામાં આવી. આ મીટીંગમાં જિલ્લા પુરવઠા અધિકારીએ આવશ્યક ચીજવસ્તુ હેઠળની પેટ્રોલીય પેદાશોનો પુરતો જથ્થો જળવાઈ રહે તથા તેની સુરક્ષાને અનુલક્ષીને સરકારશની જરૂરી સૂચનાનું પાલન કરવા જણાવ્યું. તેમજ જિલ્લા લેવલેથી પેટ્રોલ ડીઝલના ઉપલબ્ધ જથ્થાની સ્થિતિનું કાયમી મોનીટરીંગ કરવાની સુચના આપવામાં આવી.આમ, જિલ્લા પુરવઠા કચેરી દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આવશ્યક ચીજવસ્તુઓ ગણાતા પેટ્રોલ ડીઝલ જેવી પેટ્રોલીય પેદાશોનો પુરતો જથ્થો લોકોને મળી રહે તથા બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે પૂરતા પગલા ભરવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે