બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૧૧/૨૦૨૪
નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા બાવીસ વર્ષ થી તાલુકા સહિત પંથકના ગરીબ ર્દદીઓ ની આંખ ના વિવિઘ રોગોની સારવાર દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી થકી ચાલી રહી છે.આ ટ્રસ્ટ થકી તા.૨૦મીના રોજ સ્નેહમિલન કાર્યક્રમ નુ આયોજન નેત્રંગ ખાતેના અઘિકારી રમેશભાઈ વસાવા, ટ્રસ્ટ ના માંડવી ખાતેના અઘિકારી સુણવા તેમજ સ્ટાફ થકી કરવામા આવ્યુ હતુ, આ કાર્યક્રમમા સરપંચ હરેન્દસિહ દેશમુખ, વેપારી અગ્રણી સુરેશભાઈ પંચાલ તેમજ નગરજનો સહિત પંથક ના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા, ટ્રસ્ટ થકી આંખ ના વિવિધ રોગોની થતી સારવાર બાબતે સ્ટાફ થકી સમજ તેમજ જાણકારી આપવામા આવી હતી.