વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૬ જાન્યુઆરી : ઝરપરા ગામના જીવદયા ક્ષેત્રે હૃદય પ્રેમી જે વર્ષોથી જીવદયા ના કાર્યો કરતા આવ્યા છે એવા શ્રી ગઢવી સુમાર કલ્યાણ ગેલવા જે હાલે ૯૨ વર્ષની જૈફ વયે હોવા છતાં પણ જેમના માં જીવદયા કાર્ય કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે તે પોતે જાતે આવી સાથે તેમના પુત્ર સવરાજભાઈ ગેલવા (શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ વોટર સપ્લાયર મુંદરા) તથા ગૌ પ્રેમી જે વર્ષોથી પાંજરાપોળ માટે ઝરપરા ગામમાંથી દર વર્ષે અનુદાન મેળવી આવે છે એવા શ્રી આશપનભાઈ ગાગીયા હાજર રહી આ રકમનું ચેક મુંદરા પાંજરાપોળના ટ્રસ્ટીઓ શ્રી નવીનભાઈ મહેતા, કાંતિભાઈ શાહ, ભવાનજીભાઈ શાહ, હરીકાંતભાઈ સોની, ભોગીલાલ મહેતા, હિરેનભાઈ સાવલા, શંભુલાલભાઈ જોશી, નિખિલભાઇ ચોથાણી ને અર્પણ કરેલ હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ભોગીલાલ મહેતા એ કરેલ હતું તેમજ આભાર વિધિ હિરેન સાવલા એ કરેલ હતી.તથા સર્વે ટ્રસ્ટી ગણે દાતા પરિવાર નું હૃદયથી આભાર વ્યક્ત કરેલ હતું.