ARAVALLIGUJARATMODASA

મેઘરજમાં આચાર્યોની તાલીમ બેઠકમાં DPEOની કડક સૂચના : શાળામાં શિક્ષકોના મોબાઈલ પર લગામ, માત્ર રિશેષમાં જ ઉપયોગ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં આચાર્યોની તાલીમ બેઠકમાં DPEOની કડક સૂચના : શાળામાં શિક્ષકોના મોબાઈલ પર લગામ, માત્ર રિશેષમાં જ ઉપયોગ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ માટે વહીવટી અને શૈક્ષણિક માર્ગદર્શન અંગેનો તાલીમ વર્ગ મેઘરજની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો.

તાલીમ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશભાઈ દવે દ્વારા આચાર્યશ્રીઓને સમયપાલન, સ્વચ્છતા તથા શાળાના વહીવટી અને શૈક્ષણિક આયોજન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ખાસ કરીને શાળાના ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગ અંગે કડક સૂચના આપવામાં આવી હતી. શિક્ષકો શાળામાં હાજરી પૂર્યા બાદ તેમના મોબાઈલ ફોન આચાર્યની કસ્ટડીમાં રાખે અને માત્ર રિશેષ દરમિયાન જ મોબાઈલનો ઉપયોગ કરે તે અંગે આચાર્યશ્રીઓને તકેદારી રાખવા જણાવાયું હતું.

સાથે જ શિક્ષકો શાળામાં જે સમયે હાજર થાય તે જ સમય હાજરી રજિસ્ટરમાં નોંધાય તેની પણ ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી હતી.શાળાના ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વધુ પડતા ઉપયોગથી શિક્ષણકાર્યને અસર થતી હોવાની ચર્ચા વચ્ચે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આ કડક સૂચનાનું મેઘરજ તાલુકામાં કેટલું પાલન થાય છે તે જોવું રહ્યું.જોકે તાલુકાની કેટલીક શાળાઓમાં શિક્ષકો સ્વૈચ્છિક રીતે પોતાના મોબાઈલ ફોન કસ્ટડીમાં મૂકી દે છે અને રિશેષ દરમિયાન જ તેનો ઉપયોગ કરે છે. આવી વ્યવસ્થા અન્ય શાળાઓ માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે.

Back to top button
error: Content is protected !!